________________
સ્યાદ્વાદઃ સાપેક્ષવાદ
[૨૮૧ નાખવાની પ્રક્રિયા જ હેતી નથી. એ તિરસ્કારે છે માત્ર કદાગ્રહને.
બૌદ્ધદર્શન આત્માને ક્ષણિક માને છે અને વેદાન્તદર્શન આત્માને નિત્ય માને છે. જૈનદર્શન આ બે ય સિદ્ધાંતને જુદી જુદી અપેક્ષાએ મંજૂર કરે છે. આત્માના ભાવે ક્ષણે ક્ષણે બદલાતા રહે છે. પૂર્વ પૂર્વના ભાવવાળો આત્મા નાશ પામે છે, નવા નવા ભાવવાળે આત્મા જન્મ પામે છે. એટલે આ અપેક્ષાએ આત્મા બેશક ક્ષણિક છે. પરંતુ આ બધા ભાના પલટાઓમાં આત્મા નામનું દ્રવ્ય તે કાયમ રહે જ છે માટે અપેક્ષાએ આત્મા નિત્ય પણ છે. બેશક ક્ષણિક્તા અને નિત્યતા એ બે વિરોધી વસ્તુઓ છે; પરંતુ એક જ અપેક્ષાએ તે બેય સ્થાને ન રહી શકે. ભત્રીજાની અપેક્ષાએ જે માણસ કાકો છે એ માણસ એ ભત્રીજાની જ અપેક્ષાએ મામે તે ન જ બની શકે, પરંતુ ભાણિયાની અપેક્ષાએ તે એ કાકે મામે પણ બની જ શકે છે. આ જ રીતે બે વિરોધી પણ જુદી જુદી અપેક્ષાએ એક સ્થાને રહી જાય તેમાં જરાય વાંધો ન હોઈ શકે.
બૌદ્ધદર્શને આત્માને અનિત્ય જ માને છે. એનામાં નિત્યતા માનવાની વાતને તિરસ્કારી નાખે છે. એ જ રીતે વેદાંતદર્શન આત્મામાં માત્ર નિત્યતા માને છે, અનિત્યતા માનવાની વાતને એ ધિક્કારી નાખે છે. જ્યારે જૈનદર્શન આ બેયની વાતને ભિન્નભિન્ન અપેક્ષાથી મંજૂર કરતાં કહે છે કે આત્મા અપેક્ષાએ અનિત્ય પણ છે અને અપેક્ષાએ નિત્ય પણ છે.
આ અપેક્ષાવાદ એ જ સ્યાદ્વાદ છે, એ જ સમન્વય છે, એ જ સર્વોદયવાદ છે. વસ્તુમાં અનંત ધર્મો છે, તે તે બધાયને તે તે અપેક્ષાએ સ્વીકાર કરી જ લે રહ્યો. ત્યાં પછી એક જ ધર્મને પકડી રાખો અને બીજા ધર્મોના અસ્તિત્વની વાત કરનારને તિરસ્કાર એ બિલકુલ એગ્ય નથી.
આ વાત સમજવા માટે જૈનદાર્શનિકે સાત આંધળા માણસે અને હાથીનું દષ્ટાંત આપે છે. સાત અંધેએ એક વિરાટકાય પ્રાણી જોયું. તેમણે હાથીની કલપના તે કરી પરંતુ તે હાથીનું સ્વરૂપદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org