________________
૨૮૦]
વિજ્ઞાન અને ધર્મ
મળે કે “મહારાણી વિકટોરિયા, ફરી એ જ પ્રશ્ન, ફરી એ જ ઉત્તર. વિકટેરિયાના પતિ બારણું ખેલતા જ નથી. મૂંઝાયેલાં મહારાણીને સમજાતું નથી કે એમના પતિ એક જ પ્રશ્ન પૂછે છે પણ બારણું કેમ ખેલતા નથી ? ત્યાં તે એકાએક કશુંક યાદ આવ્યું. અને પતિએ પ્રશ્ન પૂછયો, “કેણ છે? ખૂબ જ પ્રેમાળ સ્વરે વિકટોરિયા બોલ્યાં, “તમારી પ્રિયતમા વિકટોરિયા. અને તરત બારણું ખૂલી ગયું.
એક જ સ્ત્રી પાર્લામેન્ટમાં બેસીને કામ કરે ત્યારે તેનામાં મહારાણીપણું ભલે છે પરંતુ એના પતિની સામે તે તેમનામાં પ્રિયતમાપણું જ છે.
આ બધાં દષ્ટાંતે આપણને એ જ વાત કહી જાય છે કે કેઈપણ વસ્તુમાં અનંત ધર્મો છે. જુદી જુદી અપેક્ષાએ તે વસ્તુને અમુક ધર્મ આગળ થાય છે અને બાકીના ગૌણ બની જાય છે. એટલે જ જેનદર્શન કહે છે કે સામે રહેલા ઘેડાને જોઈને તમે એમ કહી શકે છે કે તે ઘડે છે. પરંતુ જે કઈ એમ કહે કે તે ઘોડો જ છે તે એ ખોટું છે. કેમકે તે ઘડે છે તેમ તે પશુ પણ છે. “ધેડો જ છે.” એમ કહીને શું તેના બીજા સ્વરૂપને ઈન્કાર કરી દેવાય? નહિ જ.
તે ઘડે છે એ વાક્યથી આ વાત અભિપ્રેત છે કે તે ઘોડો છે. બીજું પણ કાંઈક છે કે નહિ તે વાતની તરફ હાલ આંખમીંચામણાં છે. તે વાતને તિરસ્કાર તો નથી જ જ્યારે તે “ઘડો જ છે એવું કહેનાર તેનાં બીજા સ્વરૂપને તિરસ્કારી દે છે માટે તેનું વાક્ય સાચું ન કહેવાય.
વસ્તુના એક સ્વરૂપને મુખ્ય કરીને બીજાને ગૌણ રાખવાની વિચારપદ્ધતિને જેનદાર્શનિકે નય કહે છે, જ્યારે બીજાં સ્વરૂપને તિરસ્કારતી વિચારપદ્ધતિને દુનય કહે છે.
ટૂંકમાં, જૈનદર્શનની વિચારપદ્ધતિ સમન્વયને આવકારે છે. સામાન્ય રીતે એનામાં કોઈને પણ કોઈ પણ સિદ્ધાંતને તિરસ્કારી
Jain Education International
For Private & Personal Use Only -
www.jainelibrary.org