________________
સ્યાદ્વાદ: સાપેક્ષવાદ
[૨૭૭ છે. જેનાગમનું કોઈ પણ વાક્ય સ્યાદ્વાદની મંગળમાળાથી સુશોભિત છે. સ્યાદ્વાદની સાચી સૂઝ વિના જગત સ્વરૂપનું સાચું દર્શન થતું નથી. એ સમ્યગ્દર્શન વિના જગતના સ્વરૂપનું સાચું જ્ઞાન થઈ શકતું નથી. એવા સમજ્ઞાન વિના ત્યાજ્ય તના ત્યાગરૂપ અને સ્વીકાર્ય તના સ્વીકારરૂપ સાચું ચારિત્ર પ્રાપ્ત થઈ શકતું નથી. એવા સમ્યફચારિત્ર વિના આત્મા આ વિનશ્વર સુખેથી મુક્ત થઈ શકતે નથી; જન્મ, જરા, આધિવ્યાધિનાં દુખેથી સદાએ પિડાતે -રિબાતો જ રહે છે. એટલે જ મુક્તિમાર્ગને ભેમિયો પણ આ સ્યાદ્વાદ છે.
ચિત્તની શાન્તિ વિના આત્માને સુખ નથી. સુખનાં અઢળક સાધનોના ખડકલા ઉપર બેઠેલા અબજોપતિ પણ ચિત્ત-શાન્તિના અભાવમાં મસ્ત ફકીરની પણ ઈર્ષ્યા કરે છે, મજૂરથી પણ વધુ દુઃખી રહે છે.
શાન્તિ વિને સુખ શેનું ? તે સ્યાદ્વાદ વિના શાતિ કેવી?
જીવનમાં સ્યાદ્વાદ પચાવે. પછી કોઈ પણ સારા-માઠા સંયેગમાં શાન્તિ તે હથેળીમાં જ રમતી રહેશે.
જૈનદર્શનને આ સ્યાદ્વાદ એ કે વાદ છે એ આપણે વિચારીએ.
જેનદર્શનિકે માને છે કે કઈ પણ વસ્તુમાં એક બે નહિ, લાખ-દસ કે પરાર્ધ નહિ, પરંતુ અનંત ધર્મો છે. એક જ માણસ ન્યાયાધીશ છે, ઘરાક છે, દરદી છે, શિક્ષક છે, વક્તા છે, પિતા છે, પતિ છે, કાકા અને શેઠ વગેરે પણ છે. જ્યારે એ ન્યાયાલયમાં બેસીને અપરાધીને ન્યાય કરે છે ત્યારે તે ન્યાયધીશ છે, જ્યારે તે બજારમાં જઈને વેપારી પાસેથી કઈ વસ્તુ ખરીદે છે ત્યારે તે ઘરાક છે; ડોકટરને પિતાનું શરીર બતાવે છે ત્યારે દરદી છે, વિદ્યાર્થીઓ સમક્ષ પ્રવચન આપે છે ત્યારે વક્તા છે, પિતાના પુત્રને તે પિતા છે, પત્નીને પતિ છે, ભત્રીજાને કાકે છે, નેકરને શેઠ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org