________________
અનન્તાદિનું ગણિત અને વૈજ્ઞાનિક
[૨૬૫
કાંઈ ન સૂઝે ત્યાં અનંત કે અસંખ્ય કહી દેતાં લાગે છે ! ભગવાન જિનની સર્વજ્ઞતા અને સત્યવાદિતા સામે આ વચન કુઠારાઘાતસમું છે.
પણ હવે વૈજ્ઞાનિકે દેડી આવ્યા છે. એઓ પણ કલ્પનામાં ના આવી શકે, માણસના મગજમાં ન સમાઈ શકે એવા ગણિતની ભાષામાં વાત કરવા લાગ્યા છે. આ રહ્યા તેમની તેવી વાતોના કેટલાક નમૂના. (૧) વિજ્ઞાનને પરમાણુ કેટલે સૂક્ષમ છે એ વાત બતાવતાં વૈજ્ઞા
નિકો કહે છે કે પચાસ શંખ (અબજ-ખર્વ મહાપર્વ-શંખ) પરમાણુને જે ભાર કરવામાં આવે તે રમા તેલા થાય. એનો વ્યાસ એક ઈંચના દસ કરોડમા ભાગ જેટલે થાય!
કોણ માનશે આ વાતને! છતાં જે યન્ટસહાયથી થયેલા આ સંશોધનને પણ માન્ય કરવું હોય તે સર્વજ્ઞત્વના પ્રકાશથી જે વાત કહેવામાં આવી છે તે કેમ માન્ય કરી
શકાય નહિ? (૨) સિગારેટ લપેટવાના એક પાતળા કાગળની અથવા પતંગના
કાગળની ધાર ઉપર લાઈનબંધ જે વૈજ્ઞાનિક પરમાણુ ગોઠવાય
તે એક લાખ પરમાણુ ત્યાં રહી જાય. (૩) ધૂળના એક જ નાનકડા કણિયામાં દસ પદ્મથી પણ વધુ પરમાણુ
હોય છે, (૪) સડાટરને ગ્લાસમાં નાખતાં જ જે નાના નાના બંદ ઉત્પન્ન
થાય છે તેમાંના કોઈ પણ એક બુંદમાં રહેલા પરમાણુને ગણવામાં આવે તે સંસારના ત્રણ અબજ માણસ દરેક મિનિટે ૩૦૦-૩૦૦ ગણતા રહે તે ચાર મહિને તમામ પરમાણુ
ગણાઈ જાય. (૫) આકાશીય પદાર્થમાં એવી સઘનતા હોય છે કે એના ફક્ત
એક કયૂબિક ઈંચના ટુકડાનું ૨૭ મણ વજન થાય છે. (૬) હમણું જ શોધાયેલા સૌથી નાના તારાના એક કયૂબિક ઈંચ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org