________________
૨૫૮]
વિજ્ઞાન અને ધર્મ પરિણમશે એ વાત એમના જ્ઞાન બહાર હતી જ નહિ. એથી જ એમણે વસ્તુમાત્રનું વિજ્ઞાન બતાવ્યું પણ એનું વ્યાવહારિક સ્વરૂપ ન
જણાવ્યું
બેશક, વસ્તુમાત્રના બે ય પ્રકારના ઉપગ હોય છે. સારે અને માઠો. એ બધું ય ઉપયોગ કરનાર વ્યક્તિ ઉપર અવલંબે છે. પરંતુ જ્યારે સામાન્ય રીતે પ્રાણીમાત્રની સ્વાર્થ-વૃત્તિ જ ખૂબ જોર કરતી જોવા મળે છે ત્યારે તે જીના હાથમાં આવતી વસ્તુને સહુના હિતમાં સુંદર ઉપયોગ થાય એ આશા નહિવત જ રહે છે. એટલે જ માઠા ઉપગની પણ વધુ શક્યતાવાળી વસ્તુનો ત્યાગ જ વધુ શ્રેયસ્કર માર્ગ છે એમ માનવું જ રહ્યું. હિરોશિમાને ગુનેગારઃ
હિરોશિમા ઉપર અણુબોમ્બ ફેકનાર વ્યક્તિ તરીકે જે માણસ જાહેર થયે અને ખબર પડી કે એ ભયંકર સંહારક બમ્બ તો માત્ર અમેરિકન સામ્રાજ્યની સમગ્ર જગત ઉપર ધાક બેસાડવા માટે જ નાંખવામાં આવ્યું હતું. પછી તે એ માણસને જેલના લેખંડી દરવાજાઓને પેલે પાર ધકેલી મૂકવામાં આવ્યું હતું. આ રહી એ અભાગી માનવની વીતક કથા.
અમેરિકન હવાઈદળના એક ભૂતપૂર્વ વિમાનચાલક કલેડ એથલીએ ૧૯૪૫ના ઓગસ્ટની છઠ્ઠી તારીખે હિરોશિમા ઉપર બેમ્બ ફેંક્યાની પ્રસિદ્ધિ મેળવી. આણુમ્બના એ વિસ્ફટથી હજારે માન મૃત્યુ પામ્યા, જે જીવ્યા તેમનાં અંગો વિકૃત થઈ ગયાં. આજે પણ જાપાનીઝ લેકના વંશની ત્રીજી-ચેથી પેઢીમાં પણ એ વિકૃતિ ઊતરી આવેલી જોવા મળે છે. એ અણુવિસ્ફટમાંથી ઉદ્ભવેલ કિરણોત્સર્ગ રજેના ફેલાવાનાં દુષ્પરિણામ આજે પણ જાપાન ભોગવી રહ્યું છે.
જ્યારે કલેડ એથલીને એ વાતની ખબર પડી કે અમેરિકન સરકારે એ અણુ-વિસ્ફટ દુનિયા ઉપર પિતાની ધાક બેસાડવાના બદઈરાદાથી જ કર્યો હતો ત્યારે એને અંતરાત્મા અતિશય દ્રવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org