________________
૨૪૪]
વિજ્ઞાન અને ધર્મ
પુદ્ગલ સ્વરૂપ હોય એ નિયમાનુસાર શીત સ્પર્શવાળી છાયા પણ પુદ્ગલસ્વરૂપ સિદ્ધ થાય છે.
લીમડા વગેરે વૃક્ષોની છાયા શીત હોય છે તે વાત સહુ કઈ જાણે છે.
છાયાના વિષયમાં જૈન દાર્શનિકો કહે છે કે, સર્વ પ્રકારની ઈન્દ્રિયગમ્ય સ્થૂળ વસ્તુ ચય-અપચય સ્વભાવવાળી હોય છે અને કિરણોવાળી હોય છે. દરેક વસ્તુમાંથી આવાં જે કિરણે છૂટે છે તે જ તે તે સ્થાને પ્રતિબિંબિત થાય છે, જેને છાયા કહેવામાં આવે છે.
છાયા-પુદ્ગલનાં કિરણે જે અભાસ્વર (અન્યને પ્રકાશિત નહિ કરનાર) વસ્તુમાં પડેલાં હોય તે તે પોતાના સંબંધના દ્રવ્યથી આકૃતિને ધારણ કરતાં કાંઈક શ્યામરૂપે પરિણામ થાય છે. (દા. ત., દિવસે કે રાત્રે પૃથ્વી ઉપર મનુષ્યાદિની છાયા) અને જે તે છાયા-પુદ્ગલે ભાસ્વર દ્રવ્યના આકારને ધારણ કરે છે તથા સ્વસંબંધી દ્રવ્યના કૃષ્ણ– નીલ-વેત વગેરે વર્ણને પણ ધારણ કરે છે. ટૂંકમાં, ભાસ્વર પદાર્થમાં છાયા પુદગલે સ્વસંબંધિત દ્રવ્યની આકૃતિ અને વર્ણ બેય રૂપે પરિણમે છે. (દા. ત., અરીસામાં મનુષ્યનું છાયા પ્રતિબિંબ) આ ઉપરથી સમજાય છે કે અભાસ્વર પદાર્થમાં પડેલી છાયા તે દિવસે કાંઈક કૃષ્ણરૂપે અને રાત્રે કૃષ્ણરૂપે હોય છે. અને ભાસ્વર પદાર્થમાં પડેલી છાયા તે વસ્તુના પિતાના જ વર્ણ જેવી હોય છે.
આજે હવે આ વાતે વૈજ્ઞાનિકે સિદ્ધ કરી ચૂક્યા છે. અતિ દૂર અને અન્ય પદાર્થોના અંતરે રહેલ પદાર્થોને પણ તદાકારે અને તે જ વર્ણસ્વરૂપે પંડિત બનાવીને તેની પ્રતિરછાયા જોઈ શકાય એવી શોધ થઈ ચૂકી છે, જેને “ટેલિવિઝન” કહેવાય છે. જેમ રેડિયે યંત્ર દ્વારા શબ્દને ગ્રહણ કરીને વિદ્યુતપ્રવાહથી તેને આગળ વધારીને હજારે માઈલ દૂર સુધી તે શબ્દ પહોંચાડી શકાય છે તે જ રીતે ટેલિવિઝન યંત્ર દ્વારા પણ પ્રસરણશીલ પ્રતિષ્ઠાયાને ગ્રહણ કરીને એને વિશેષ પ્રયત્ન દ્વારા પ્રવાહિત કરીને હજારો માઈલ દૂર મોકલે છે.
દરવક્ષણનું આ ખૂબ જટિલ કાર્ય છે. એમાં અભિનેતાનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org