________________
શબ્દ-અંધકાર-છાયા
[૨૪૩
તેએ એક સ્વરૂપનાં બે પાસાં માનતા હેાવાથી શબ્દને પણ શક્તિ કહેવા છતાં વસ્તુતઃ તે તે પુગલસ્વરૂપ જ બની રહે છે.
અન્ધકાર :
*
હજી સુધી તૈયાયિકા વગેરે અંધકારને તેજના અભાવસ્વરૂપ જ માને છે. માત્ર જૈનદાનિકો અંધકારને શબ્દની જેમ પૌલિક માનતા આવ્યા છે. તેમના જણાવવા મુજબ અંધકાર એ વસ્તુને જોવામાં બાધા કરનારા અને પ્રકાશના વિરોધી એવા પુદ્ગલના સમૂહાની જ એક અવસ્થા વિશેષ છે. અન્યત્ર પણ કહ્યું છે કે કૃષ્ણ વણુ બહુલ પુદ્ગલના પિરણામ તે જ અધકાર છે, અ ંધકાર એ પ્રકાશનું પ્રતિપક્ષી છે અને વસ્તુની અદૃશ્યતાનું કારણ છે, અ`ધકારમાં વસ્તુઓને દેખી શકાતી નથી તેનું કારણ એ છે કે વસ્તુનું રૂપ તે અંધકારના પરમાણુ સમૂહથી ઢંકાઈ જાય છે. આંખની ઉપર કાળું કપડું' આવી જતાં જેમ આંખ દેખાતી નથી તેમ વસ્તુ ઉપર અંધકારના કાળા પુદ્ગલા છાઈ જતાં તે વસ્તુ દેખાતી નથી. જ્યારે અધકારના એ કાળા પુદ્ગલસ્કા ઉપર સૂર્ય, દીપક વગેરેનાં પ્રકાશ કિરણો ફેલાઈ જાય છે ત્યારે અધકારના તે પુદ્ગલસ્કધાનું વસ્તુને આચ્છાદિત કરવાનું( ન દેખાવા દેવાનું ) સામર્થ્ય હણાઈ જાય છે એટલે તે પુદ્ગલસ્કા વિદ્યમાન હોવા છતાં વસ્તુએ દેખાવા લાગે છે. વળી પાછા જ્યારે પ્રકાશના જવાથી પ્રકાશ કિરણો દૂર થઇ જાય છે ત્યારે પેલા અંધકારના પુદ્ગલકંધે ફરી વસ્તુઓને આચ્છાદિત કરી દે છે. આમ જે પુદ્ગલસ્ક ધા પ્રકાશસ્વરૂપ પર્યાયને પામ્યા હતા તે પાછા અંધકારસ્વરૂપ પર્યાયને પામી જાય છે. અને તેથી જ પ્રાણીઓને વસ્તુએ દેખાડવામાં સહાયક બનતા નથી.
છાયા :
શબ્દ અને અંધકારની જેમ છાયા-પ્રતિષિ અને પણ જૈનદાનિકોએ પુદ્ગલ પર્યાય કહ્યો છે. પ્રકાશના આવરણને છાયા અથવા પ્રતિબિંબ કહેવાય છે, જેને સ્પર્શી વગેરે હાય તે અવશ્ય * : દĐિપ્રતિવન્ધાળું - પ્રકાશવિધિ ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org