________________
૨૪૨]
વિજ્ઞાન અને ધર્મ
અવશ્ય મૂર્ત હોય અને પૌગલિક હેય. પરમાણુ સ્વયં અશબ્દ છે. શબ્દ તે અનેક સ્કર્ધના સંઘર્ષથી ઉત્પન્ન થાય છે એથી જ શબ્દ એ સ્કન્દપ્રભવ કહેવાય છે.
દાર્શનિકોએ શબ્દને પૌગલિક ન માન્યું પરંતુ હવે તે વૈજ્ઞાનિકે એ શબ્દને પૌગલિક માટે જ પકડી શકાય તે સિદ્ધ કરી દીધું છે. રેડિયામાં રેકોર્ડમાં, માઈકમાં શબ્દ પકડાય છે એ વાત તે હવે નાનું બાળક પણ જાણે છે. વૈજ્ઞાનિકની આ સિદ્ધિ જેન દાર્શનિકની માન્યતાને સચોટ સમર્થન આપે છે. એટલું જ નહિ પણ શબ્દ અંગેની બીજી પણ એ માન્યતાને આધુનિક વૈજ્ઞાનિકેએ સંપૂર્ણ સમર્થન આપી દીધું છે.
જેનાગમમાં કહ્યું છે કે તીવ્ર પ્રયત્નથી નીકળેલ શબ્દ ૩-૪ સેકંડમાં જ વિશ્વમાં વ્યાપ વ્યાપતે વિશ્વના અંતભાગમાં (લેકેના અંતે) પહોંચી જાય છે. આ વાત આજે પણ સિદ્ધ થઈ ચૂકી છે. અમેરિકાથી પ્રસારિત થતા શબ્દો તે જ સેકંડે મુંબઈમાં સંભળાય છે એ વાત આના પુરાવા રૂપે જ છે.
વળી હવે તે વૈજ્ઞાનિકે એમ પણ કહે છે કે “અમે કૃષ્ણના કે જિસસ ક્રાઈસ્ટના પિતાના મુખેથી બેલાયેલા શબ્દોને પણ પકડશું.” આવતી કાલે ગમે તે બને, પણ જે સાચે જ કઈ યન્ત્રની મદદથી એ શબ્દો પકડાય તે પણ તેમાં જેનદશનના મર્મોને જાણકાર જરાય નવાઈ પામે તેવું નથી. કેમકે જિનાગમમાં જણાવવામાં આવ્યું છે કે મુખ વગેરેમાંથી નીકળેલા શબ્દના પુદ્ગલ સ્ક આગળ વધતા વધતા આજુબાજુના અનેક સ્કને એ જ શબ્દરૂપે વાસિત કરતા જાય છે. એવા પુદ્ગલસ્કંધે અસંખ્યકાળ સુધી આકાશમાં પડ્યા રહી શકે છે. એટલે જે એ રીતે રહેલા કૃષ્ણ કે કાઈસ્ટના બેલાયેલા શબ્દપુદ્ગલ સ્કૉને વૈજ્ઞાનિક પકડી શકે તો તેમાં જરાય નવાઈ પામવા જેવું તે ન જ કહી શકાય.
એક વાત અહીં ખ્યાલમાં રાખવી કે વૈજ્ઞાનિક શબ્દને શક્તિરૂપ માને છે. પરંતુ શક્તિ અને પુદ્ગલ (matter)ને હવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org