________________
૨૪૦]
વિજ્ઞાન અને ધર્મ
પંદરમી કમ અગ્રહણ મહાવગણ સેળમી કમ ગ્રહણુ મહાવણઃ
જેના કારણે જીવાત્માનું પોતાનું અનુપમ સ્વરૂપ ઢંકાઈ ગયું છે તે કર્મ કહેવાય છે. કર્મ બે પ્રકારનાં છે. દ્રવ્ય કર્મ અને ભાવકર્મકર્મમહાવર્ગણના પુદ્ગલસ્કન્ધને દ્રવ્યકર્મ કહેવાય છે, જ્યારે આત્મા એ કર્મને પિતાની ઉપર ચૂંટાડવા પૂર્વે જે રાગ-દ્વેષ વગેરે કરે છે તેને ભાવકર્મ કહેવાય છે. જ્યારે જ્યારે આત્મા જીવ કે જડ ઉપર રાગદ્વેષ કરે છે ત્યારે તેની ઉપર કર્મ ગ્રહણ મહાવર્ગણાના પુદ્ગલસ્ક ચૂંટી ગયેલા આ પુદ્ગલસ્કંધને જ (દ્રવ્ય) કર્મ કહેવાય છે. કર્મરૂપે બનવામાં જરૂરી સ્કૂલતાથી કાંઈક અધિક સ્કૂલતા જેમનામાં છે તે પુદ્ગલકંધેની મહાવણાને કર્મ–અગ્રહણ મહાવર્ગણ કહેવાય છે. અથવા તો તેને મન-અગ્રહણ મહાવર્ગનું પણ કહેવાય છે. કેમકે તે મહાવગણના પુદ્ગલસ્કંધમાં મન જેવા પુદ્ગલધ માટે જરૂરી સૂક્ષમતા કરતાં કાંઈક વધુ સૂક્ષમતા છે.
જૈન દાર્શનિકેએ આ સોળ મહાવગણ ઉપરાંત હજી વધુ સૂક્ષમ સૂક્ષમતર થતી જતી બીજી દસ મહારગણાઓ કહી છે, પરંતુ અત્રે તે અપ્રસ્તુત હોવાથી આપણે લેતા નથી.
આ વિચારણા ઉપરથી સમજી શકાશે કે મનુષ્ય તિર્યંચને ઉપયોગમાં આવતી નાનામાં નાની રજકણું પણ જે પહેલી દારિક મહાવણના પુલેમાંથી રૂપાન્તર પામી છે તે પણ અનન્ત પરમાણુના પુદ્ગલસ્કંધની જ બનેલી છે. એટલે જેની ઉપર કિયા થઈ શકે, જેને માનવ છેદી શકે, જેને યંત્રથી પણ જોઈ શકે તે ઈલેકટ્રેન પણ કાં ન હોય છતાં જૈન દાર્શનિકે તેને પણ અનંત પરમાણુને ઔદારિક મહાવગણને એક સ્કંધ જ માને છે. આ
દારિક પુદ્ગલસ્કંધ કરતાં ઉત્તરોત્તરના ભાષા, શ્વાસોશ્વાસ અને મન વગેરે પુદ્ગલસ્કંધે તો ઘણું ઘણું સૂક્ષમ છે એ વાત હવે સ્પષ્ટ થઈ જશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org