________________
૨૩૮]
વિજ્ઞાન અને ધર્મ
વૈજ્ઞાનિકે પણ હવે તે માન્ય કરવા લાગ્યા છે. શરીર વિજ્ઞાનના આ જાણકારે કહે છે કે શરીરમાં “હાઈપેથેમસ” નામનું એક એવું યંત્ર રહે છે, જે ગરમીના પ્રમાણને નિયંત્રિત કરે છે. એ યંત્ર દ્વારા શરીર ભારે દક્ષતાપૂર્વક કામ કરતું રહે છે. શરીરના તાપમાનનું સંતુલન પણ એ રાખે છે. પરંતુ જ્યારે શરીરમાં વિકારે પૂરતા પ્રમાણમાં વધી જાય છે ત્યારે હાઈપોથેલેમસના હાથ બહારની એ વાત બની જાય છે.
આવા તેજસ શરીર માટે જરૂરી પુદ્ગલસ્કન્ધ જે વર્ગણામાંથી લેવામાં આવે છે તે તૈજસગ્રહણ મહાવર્ગણ કહેવાય છે. અમુક પ્રકારના વિશિષ્ટ તપથી એવી એક શક્તિ જન્મે છે, જેને તેજલેડ્યા વગેરે કહેવાય છે. એ શકિતથી તે માણસ બીજાને બાળીને ભસ્મ કરી શકે છે. આવી તેજલેશ્યા વગેરેમાં પણ આ તેજસ શરીરે જ નિમિત્ત કારણ બને છે. નવમી ભાષા માટે અગ્રહણુ મહાવણઃ દસમી ભાષા માટે ગ્રહણુ મહાવર્ગણું
જૈન દર્શનકાર શબ્દને (ભાષાને) પુદ્ગલ (matter) માને છે, એ વાત આપણે આગળ ચર્ચીશું. શબ્દ-પુદ્ગલ માટે જરૂરી સ્કન્ધા કરતાં વધુ સ્થૂલ પડી જતા સ્કંધની મહાવર્ગણને ભાષાઅગ્રહણ મહાવર્ગનું કહેવાય છે અને શબ્દપુદ્ગલમાં રૂપાંતર કરવા માટે બરાબર અનુકૂળ આવતા જોઈએ તેવા જ) પુગલસ્કન્ધવાળી ભાષાગ્રહણ મહાવર્ગણું કહેવાય છે. અગિયારમી ધામેચ્છવાસ અગ્રહણ મહાવણું ? બારમી શ્વાસોચ્છવાસ ગ્રહણ મહાવગણ?
જીવ માત્ર જે શ્વાસોશ્વાસ લે છે તે પણ એક પ્રકારના ખૂબ જ સૂક્ષમ પુદ્ગલસ્ક છે. શ્વાસોચ્છવાસરૂપે બનાવવા માટે જરૂરી પુદ્ગલસ્કન્ધ કરતાં જે વધુ સ્કૂલ છે અને તેથી જ જેમાંથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org