________________
સોળ મહાવર્ગણા
[૨૩૭
માઈલે કાપી નાખીને જ આ પૃથ્વી ઉપર આવેલ મહાવિદેહ નામના ક્ષેત્રમાં રહેલા ભગવાન સીમંધર સ્વામીજી પાસે પહોંચી જાય છે. ત્યાં સંશય પ્રગટ કરે છે. ભગવાન તેને ઉત્તર આપે છે તે લઈને એ શરીર ફરી તે મુનિ પાસે આવી જાય છે. એ શરીરમાં મુનિને જ આત્મા પ્રવેશ પામતે હોય છે. આત્માનો એક છેડે મુનિના પિતાના શરીરમાં અને બીજે છેડે તેણે બનાવેલા આહારક શરીરમાં રહે છે. જેમ જેમ એ શરીર દૂર જતું જાય છે તેમ તેમ આત્મા લંબાતો જાય છે.
આવું આહારક શરીર ભગવાનની સમૃદ્ધિ જોવાના કુતૂહલથી પણ એ મુનિઓ બનાવે છે. આ શરીરના માટે જરૂરી સ્કંધ પ્રસ્તુત આહારક ગ્રહણ મહાવર્ગણામાંથી લેવામાં આવે છે. સાતમી તૈજસ અગ્રહણ મહાવગણ? આઠમી તૈજસ ગ્રહણુ મહાવગણું
ખાધેલા આહાર વગેરેને પકવવામાં તેજલેશ્યા વગેરે મૂકવામાં કારણભૂત શરીરને તેજસ શરીર કહેવાય છે. જેને આપણે શરીરમાં રહેલે જઠરાગ્નિ કહીએ છીએ તે વસ્તુતઃ આ તેજસ શરીર છે.
આ તેજસ શરીર એટલે આત્માની સાથે વળગેલી એક ભઠ્ઠી. આ ભઠ્ઠી જીવે લીધેલા ખેરાકને ખેંચે છે અને ખોરાકથી એ ટકે છે. તમામ સંસારી (કર્મયુક્ત) જીવને આ ભઠ્ઠી સર્વદા સાથે જ હોય છે.
મૃત્યુ પામેલા પ્રાણીના બાહ્ય શરીરમાં તેજસ શરીર હોત નથી. કેમકે તે તે દેહને છોડીને ચાલ્યા ગયેલા આત્માની સાથે જ સંબંધ હોવાથી ચાલી ગયું હોય છે. આથી અમુક ભાઈ મૃત્યુ પામ્યા. છે કે નહિ તે જાણવા માટે મસ્તક ઉપર થીજેલું ઘી મૂકીને શરીરમાં ગરમી છે કે નહિ તે તપાસાય છે. જે ઘી પીગળે જ નહિ તે કલ્પી લેવામાં આવે છે કે જીવાત્મા એ દેહ છોડીને ચાલ્યો ગયે છે.
જૈનદર્શનમાં તેજસ શરીરની જે વાત કહી છે તે આધુનિક
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org