________________
સોળ મહાવર્ગનું
[૨૩૫
જગતમાં બે બે પરમાણુના બનેલા અનંત સ્કાની બીજી વર્ગણ થાય. એમ ૩-૩ પરમાણુની ત્રીજી, ૪-૪ પરમાણુના અનંત સ્કંધની ચેથી, યાવત્ અનંત પરમાણુને એક સ્કંધ, એવા અનંત સ્કંધની અનન્તમી વગણ થાય. આ અનંત વર્ગણને એક મહાવર્ગણ કહેવાય. આ મહાવર્ગની એક પણ વર્ગણને એક પણ સ્કંધ કેઈ પણ જીવના ઉપયોગમાં આવી શકતું નથી કેમકે જીવને ઉપગમાં લેવા માટે જેટલી સ્કંધ-સૂમતા જરૂરી છે તેના કરતાં આ મહાવર્ગણની કઈ પણ વર્ગણાને કોઈ પણ સ્કંધ વધુ સ્કૂલ પડે છે. એટલે જ આ પહેલી મહાવર્ગણા અગ્રહણ મહાવર્ગણા કહેવાય છે. મનુષ્ય અને તિર્યંચોને ખાસ કરીને જે ઉપગમાં આવે છે તે પુદ્ગલેને ઔદારિક કહેવામાં આવે છે માટે આ મહાવર્ગને
દારિક અગ્રહણ મહાવર્ગણા કહેવામાં આવે છે. બીજી ઔદારિક ગ્રહણ મહાવગણું
ઔદારિક ગ્રહણ મહાવણની છેલ્લી વર્ગણ જેટલા અનંત પરમાણુના સ્કધાની બની હતી તેમાં એક પરમાણું ઉમેરીને જેટલા અનંત પરમાણુ થાય તેટલા અનંત પરમાણુને એક સ્કંધ એવા અનંત સ્કની જે વર્ગણ બને તેને મનુષ્ય-તિર્યંચના જીવો ગ્રહણ કરી શકે છે. અનંત પરમાણુ પણ એક પરમાણુ વધતાં બનેલા અનંત સ્કની જે બીજી વર્ગણ બને છે તેને પણ તે જ ગ્રહણ કરી શકે છે. એમ એકેકે પરમાણુ વધતાં અનંત સ્કની બનેલી ત્રીજી, ચેથી યાવત્ અનંત વર્ગણ થાય એ બધી વર્ગણના સમૂહને ઔદારિક ગ્રહણ મહાવર્ગણા કહેવાય. ત્રીજી વૈકય અગ્રહણ મહાવગણ
ત્યાર પછીની વર્ગણામાં અનંત કધોમાંના પ્રત્યેક અનન્ત પરમાણ વધી જાય છે એ પછી એકેક પરમાણુ વધતા વધતા અનંત વર્ગણાઓ થાય. આ બધી વર્ગણુઓના અંધે નથી તે ઔદારિક શરીરવાળા મનુષ્ય-તિર્યંચે ગ્રહણ કરી શકતા કેમકે તેમને તે સૂક્ષ્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org