________________
પરમાણુવાદ
[૨૩૧
ં છે. તેઓ કહે છે કે એક ઈંચ લાંબી, પહેાળી અને ઊંચી ડબ્બીમાં જેટલી હવા સમાઈ જાય તેટલી હવામાં ૪૪૨૪૦૦૦૦,૦૦૦, ૦૦૦૦,૦૦૦૦૦, (૧૭ મી’ડાં) સ્ક`ધ રહે. જૈનદનના ગણિત અનુસાર તા આ સ્કન્ધ-ગણતરી તા ઘણી જ ઓછી કહેવાય.
પરમાણુનાં પ્રાચીન-અર્વાચીન મ·તળ્યા : હવે પરમાણુ અંગે જૈનદર્શનની તથા વૈજ્ઞાનિકોની વિચારણાનું સામ્ય જોઇએ.
જૈનદર્શીનમાં પરમાણુના બે પ્રકાર જણાવવામાં આવ્યા છે. પરમાણુ અને વ્યવહાર પરમાણુ. પરમાણુ તેને કહેવાય જે અવિભાજ્ય અંતિમ અશ છે. જ્યારે વ્યવહાર પરમાણુ તે વસ્તુતઃ ' અનંત પરમાણુના છે. છતાં વ્યવહારની દૃષ્ટિ માટે અતિસૂક્ષ્મ અશ હેાવાથી તેને પરમાણુ કહેવાય છે.
વૈજ્ઞાનિકે આજ સુધી પોતે શેાધેલા પરમાણુને જ પરમાણુ કહેતા હતા. તેમની દૃષ્ટિમાં ઉપરોક્ત બે પ્રકારો ન હતા, પણ હવે તે તેમને ય એ પ્રકાશ માનવા પડયા છે; કેમકે તેમણે શેાધેલા પરમાણુ અતિસૂક્ષ્મ છતાં તેના ય ટુકડા થઈ ગયા છે. એટલે હવે તેને તેએ અતિસૂક્ષ્મ હાવોથી વ્યવહાર પરમાણુ જ કહી શકે. જેના બે ટુકડા ન જ થાય તેવા પરમ અણુ તે પરમાણુ, એ તા હવે તેમને પણ બીજો જ કોઈ માનવા પડયો છે. વૈજ્ઞાનિકોએ શેાધેલા કહેવાતા પરમાણુ પણ જે ઇલેક્ટ્રોન વગેરે છે તે પણ વસ્તુતઃ તા - વ્યવહાર પરમાણુના પ્રકાર છે.
વિજ્ઞાનના ક્ષેત્રમાં એ વાત નિર્વિવાદતયા માન્ય થઈ છે કે પરમાણુવાદ એ યૂનાનની ભેટ છે. ડેમોક્રેટસ (Democritas) એ જ આ સંસારની પ્રથમ વ્યક્તિ હતી, જેણે એમ કહ્યું કે “આ સંસાર શૂન્ય આકાશ અને અદૃશ્ય, અવિભાજ્ય અને અનંતપરમાણુઓનું જ સ્વરૂપ છે. દૃશ્ય અને અદૃશ્ય તમામ સંગઠના પરમાણુઓના સંયાગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org