________________
૨૩૦]
વિજ્ઞાન અને ધર્મ
પરમાણુની ગતિ અને વૈજ્ઞાનિકે? ' " પરમાણુની ગતિ અંગે જિનાગમમાં નિરુપણ કરવામાં આવ્યું છે તેને વૈજ્ઞાનિકે આબાદ મળી જાય છે. જિનાગમમાં પરમાણુની 'ગતિ સંબંધમાં જણાવવામાં આવ્યું છે કે પરમાણુ એક સમયમાં ઓછામાં ઓછા એક આકાશ-પ્રદેશમાં રહે છે અને વધુમાં વધુ અસંખ્ય આકાશ-પ્રદેશના બનેલા ચૌદ રાજલેકનું પરિભ્રમણ કરી નાખે છે. એટલે કે ઠેઠ નીચે રહેલે પરમાણુ એક જ સમયમાં ઠેઠ ''ઉપર પહોંચી શકે છે. આ બે ગતિની વચ્ચેની બધી ગતિઓ તેનામાં અવશ્ય સંભવી શકે છે.
આ વાતને વૈજ્ઞાનિકે એ પણ મંજૂર કરી છે. એમણે એવી વાત કરી છે, જેને કબૂલતાં તે ઘણે વિચાર કરે પડે, છતાં જિનાગમના તત્વજ્ઞાનને સમજેલા આત્માને એ વાતમાં જરા ય નવાઈ ઊપજતી નથી. વૈજ્ઞાનિકે કહે છે કેઃ
' (૧) દરેક ઇલેકટ્રોન પિતાની કક્ષા ઉપર દર સેકંડે ૧૩૦૦ માઈલની ગતિ કરી નાંખે છે.
(૨) ગેસ જેવા પદાર્થોમાં રહેલા પરમાણુઓનું કમ્પન એટલું બધું તીવ્ર હોય છે કે તેઓ દર સેકંડમાં છ અબજ વખત પરસ્પર ટકરાઈ જાય છે !!! ટકરાતા બે આણુઓની વચ્ચે જગા કેટલી છે તેની પણ શેધ કરીને તેઓએ કહ્યું છે; એક ઈંચનો ત્રીસ લાખને ભાગ ! !
(૩) પ્રકાશનું એક કિરણ છૂટતાં એક જ સેકંડમાં એક લાખ અને ક્યાસી હજાર માઈલની મુસાફરી કરી નાખે છે!
(૪) હીરા જેવા ઠેસ પદાર્થોના અણુઓની પણ ગતિ દર કલાકે ૫૦ માઈલની છે !!!
વિજ્ઞાન જે સત્યાન્વેષી જ રહેશે તે જરૂર એમ લાગે છે કે તે ભગવાન જિનના તત્વજ્ઞાનમાં એક વાર સર્વાગે ભળી જશે.
વાયુઃ જૈનદર્શનાનુસાર વાયુને પણ એકરૂપી પદાર્થ માનવામાં આવ્યું છે. એક રમ-કૂપમાં સમાઈ જતી હવામાં પણ તેણે અસંખ્ય સ્કન્ધ કહ્યા છે. હવે આ જ વાતને વૈજ્ઞાનિકોએ પણ માન્ય કરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org