SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦] વિજ્ઞાન અને ધ તે દેશ; અને તે સ્કન્ધના કે દેશના એવા એક અંશ જેના હવે એ અંશ ન જ થઈ શકે તેવા તે સ્કન્ધમાં જ રહેàા ભાગ તે પ્રદેશ કહેવાય. અને એ જ પ્રદેશ તે સ્કન્ધથી છૂટા પડી જાય એટલે તેને પરમાણુ કહેવાય. પરમાણુ-પુદ્ગલ અવિભાજ્ય, દેવ, અભેદ્ય, અદાહ્ય અને અગ્રાહ્ય છે. સૂક્ષ્મમાં સૂક્ષ્મ અને તીક્ષ્ણાતિતીક્ષ્ણ શસ્ત્રોથી પણ તેના એ કટકા થઈ શકતા નથી. અગ્નિથી તે ખળી શકતા નથી. ભય કર -વર્ષોથી પણ તે પલળતા નથી. તેને લંબાઈ, પહેાળાઈ, ઊંડાઈ કે ઊઁચાઈ હોતી નથી, તે પોતે જ આદિ, મધ્ય અને અન્તસ્વરૂપ છે. ઇન્દ્રિયાથી તે જોઈ-જાણી શકાતા નથી. તેમાં પાંચ વર્ણમાંથી એક વર્ણ, પાંચ રસમાંથી કોઈ પણ એક રસ, એ ગધમાંથી કોઈ પણ એક ગધ અને આઠ સ્પર્શીમાંથી કોઈ પણ એક સ્પ હોય છે. તે પણ સ્નિગ્ધ-રુક્ષમાંથી એક અને શીત–ઉષ્ણુમાંથી એક એમ બે સ્પ હાય છે. પરમાણુમાં શબ્દ-ગુણ હાતા નથી. પરમાણુ એ અન્તિમ દ્રવ્ય છે, એનાથી નીચે ખીજુ કોઈ દ્રવ્ય નથી, એટલે તે સ્ક ંધાનું છેલ્લું કારણ બને છે. વળી તે સૂક્ષ્મ છે અને નિત્ય છે. જિનાગમામાં પરમાણુ અંગે કહેલી વાર્તામાં આ ઘણી મહ ત્ત્વની વાતા કહી શકાય. આપણે પૂર્વે જોઈ ગયા તેમ ભૌતિક વિજ્ઞાને મૌલિક પરમાછુના ૧૦૩ પ્રકાર માન્યા છે. તેમનામાં એક બીજાથી ભેદ રહે છે; જ્યારે જિનાગમમાં એકબીજા પરમાણુ વચ્ચે એવી કોઇ ભેદરેખા આંકવામાં આવી નથી. કોઈ પરમાણુ કાલાન્તરે બીજા કોઈ પણ પરમાણુ જેવા બની શકે છે. જલ-પરમાણુએ અગ્નિ-પરમાણુ બની શકે છે. * : પાંચ વર્ષ :—કાળા, લીલો, લાલ, પીળા અને સફેદ. પાંચ રસ :—કડવા, તીખા, તૂરા, ખાટા, મધુર. ખે ગાઁધ :-સુગ્ધ, દુર્ગંધ. આઠે સ્પર્શ —સ્નિગ્ધ-રુક્ષ, શીત-ઉષ્ણુ, ગુરુ-લઘુ, મૃદુ-કક શ. = Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001193
Book TitleVigyana ane Dharma
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1991
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy