________________
[ ૧૮ ]
અધર્માસ્તિકાય : આકાશ : પાતાળ
અધર્માસ્તિકાય :
ધર્માસ્તિકાય પછી બીજું દ્રવ્ય છે. અધર્માસ્તિકાય. જે દ્રવ્ય ધ સ્વરૂપ નથી એટલે કે જીવ–અજીવને ગતિસહાયક બનતું નથી. એટલું જ નહિ પણ એનાથી વિપરીત જે જીવ-અજીવને સ્થિરતામાં સહાયક બને છે તે દ્રવ્યને ‘અધમ' કહેવામાં આવે છે. આ દ્રવ્ય પણુ અસખ્ય પ્રદેશના સમૂહસ્વરૂપ હાવાથી તેને અસ્તિકાય કહેવામાં આવે છે. આ દ્રવ્યનાં બધાં લક્ષણા ધર્માસ્તિકાયનાં લક્ષણા જેવાં જ છે, માત્ર ફેર એટલેા જ કે આ દ્રવ્ય જીવ-અજીવને સ્થિર રહેવામાં સહાયક અને છે.
ધામધખતા તાપમાં ચાલ્યા જતા મુસાફરમાં ઊભા રહેવાની શક્તિ હોવા છતાં તે ઊભે રહી શકતા નથી, જ્યારે કાઈ વડલાની છાયા તેને મળે છે ત્યારે જ તે ઊભા રહી જાય છે. એટલે ઊભા રહેવાની તેની ઇચ્છામાં જેમ વડલાની છાયા માત્ર સહાયક અને છે તેમ જીવ–અજીવની સ્થિતિમાં આ અધર્માસ્તિકાય દ્રવ્ય સહાયક બને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org