________________
ધર્માસ્તિકાય
[૨૦૯
આવી કલ્પનાઓવાળા ઈથર સાથે જિનાગમમાં કહેલા ધર્મદ્રવ્યને જે કોઈ સામ્ય હતું તે તે માત્ર ગતિ સહાયકતાની દષ્ટિએ જ સામ્ય હતું. તે સિવાય ધર્મદ્રવ્ય એક અને અભૌતિક કલ્પવામાં આવ્યું હતું. જ્યારે ઇથર અનેક અને ભૌતિક કલ્પવામાં આવ્યું હતું. જે અભૌતિક હોય તેમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, ઘનતા વગેરે ન હોય તેવું બધું ભૌતિકમાં જ હોય એટલે આમ એ બે વચ્ચે વૈષમ્ય પણ ઘણું હતું.
પરંતુ વીસમી સદીમાં “ઈથર' વિષે જે વૈજ્ઞાનિક અન્વેષણો થયાં એણે ઈથરનું આખું સ્વરૂપ બદલી નાખ્યું છે. આઈન્સ્ટાઈને અપેક્ષાવાદની દષ્ટિથી ઈથરની અન્તિમ વ્યાખ્યા કરી છે. એના અનુસાર ઈથર અભૌતિક, લેકવ્યાપ્ત, ન દેખી શકાય તેવું અને એક અખંડ દ્રવ્ય છે.
ઈથર અંગેની વૈજ્ઞાનિક માન્યતાઓ અંગે “ધ શેટ હિસ્ટરી એફ સાયન્સમાં વિસ્તારથી જણાવવામાં આવ્યું છે. એ બધી માન્યતાઓવાળું ઈથર અને જિનાગમમાં કહેલું ધર્મદ્રવ્ય એ બે તદ્દન જુદાં પડી જતાં હતાં.
ઈથર-તત્વને સમજવા માટે વૈજ્ઞાનિકોએ અનેક પ્રયોગ કર્યા છે. જેમાં માઈકલસન મેલેને પ્રયોગ સુપ્રસિદ્ધ છે. આ પ્રયોગ તેણે એક સદી પૂર્વ એડીઓ (Ohio) યુનિ.માં કર્યો હતે. - ત્યાર પછી તે અનેકાનેક પ્રયોગો થયા પરંતુ એમાં તે વૈજ્ઞાનિકની ગતિ સાપે છછુંદર ગળ્યા જેવી થઈ. ન તે તેઓ તેને અભૌતિક સ્વરૂપમાં માની શક્તા હતા. ને તે તેના અસ્તિત્વની કલ્પના છેડી શકતા હતા. ગમે તેમ હોય પણ વૈજ્ઞાનિકનું ઈથર ધીમે ધીમે જિનાગત ધર્ગદ્રવ્યની વધુ ને વધુ નજદીક આવતું હતું.
ભૌતિક વિજ્ઞાનના પ્રમાણભૂત પુસ્તક, ભૌતિક જગતની પ્રકૃતિમાં એ. એસ. એડિટન કહે છે કે, “આનું તાત્પર્ય એ ન સમજવું વિ. ધ. ૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org