________________
૨૦૮]
વિજ્ઞાન અને ધર્મ
નામ આપ્યું છે. આ ઈથર દ્રવ્ય અંગેની તેમની જૂની માન્યતા અને આજની માન્યતામાં ઘણું બધું અંતર જોવા મળે છે. તેમનું પૂર્વકપિત ઈથર એ જિનાગમમાં જણાવેલા ધમ—દ્રવ્યને જરા ય મળતું ન હતું. પરંતુ તે માન્યતામાં પરિવર્તન આવતાં આવતાં હવે જે વિધાન તેઓ કરે છે તે ધર્મદ્રવ્યને ખૂબ જ મળતું આવે છે. એટલે જ એમ કહીએ તે કદાચ તે ખોટું નહિ કહેવાય કે આધુનિક વૈજ્ઞાનિકનું ઇથર દ્રવ્ય અને જિનાગમનું ધર્મદ્રવ્ય એ બે પ્રાયઃ એક જ હશે. હવે આપણે તેમની માન્યતાઓનાં પરિવર્તન જોઈએ.
ઈથરઃ ૧લ્મી સદી પૂર્વે તે વૈજ્ઞાનિકોની દુનિયામાં ઈથર” જેવા તત્વની કઈ કલ્પના પણ ન હતી. પરંતુ એક વાર વૈજ્ઞાનિકના મગજમાં એક પ્રશ્ન જાગે કે સૂર્ય, ગ્રહ, તારા વગેરેની વચ્ચે વિરાટ શન્ય પ્રદેશ પડ્યો છે ત્યાંથી પસાર થતાં પ્રકાશકિરણે એક સ્થાનેથી બીજે સ્થાને જવા માટે શી રીતે ગતિ કરે? અર્થાત્ એમની ગતિનું માધ્યમ શું? આ પ્રશ્નના ઉત્તરરૂપે જ માધ્યમ તરીકે ઈથરની કલ્પના કરવામાં આવી. એ ઈથરને એ વખતે અભૌતિક નહિ પરંતુ ભૌતિતત્ત્વ માનવામાં આવ્યું એટલે કે એમાં ખાસ પ્રકારની ઘનતા પણ માનવામાં આવી અને છતાં એમ કલ્પવામાં આવ્યું કે ઈથરની એ ઘનતા પ્રકાશકિરણની ગતિમાં બાધા પહોંચાડી શકતી નથી. આ હકીકત યુક્તિસંગત ન હોવા છતાં એ વૈજ્ઞાનિક ઈથરને માનવાની લાલચથી મુક્ત તે ન જ રહી શક્યા. એટલું જ નહિ પણ શરીરના એક ભાગની સૂચના મસ્તક વગેરે અન્ય ભાગ સુધી પહોંચી જવામાં પણ તેમણે ઈથરને જ કારણ માન્યું. પણ આ બધાં ઈથર જુદાં જુદાં માન્યાં. પ્રકાશ કિરણેનું ગતિ-સહાયક ઈથર જુદું, અને શરીરમાં સૂચના પહોંચાડવામાં સહાયક ઈથર જુદું. આમ સેંકડે ઈથરોની કલપના કરવામાં આવી.
ગમે તેમ હેય પણ ઈથર એ ૧૯મી સદીના વૈજ્ઞાનિકોની જગતને મોટામાં મોટી ભેટ હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org