________________
ધર્માસ્તિકાય
[૨૦૩
શકે તેમ નથી તેવા) અંશ. જૈન પરિભાષામાં આવા અવિભક્તનિર્વિભાજ્ય અંશને પ્રદેશ કહેવામાં આવે છે. એટલે અસ્તિના અર્થ પ્રદેશ થાય છે, અને કાય એટલે સમૂહ.
"
આમ અસ્તિકાયના અર્થ પ્રદેશના સમૂહ થાય. દા. ત., જીવને અસ્તિકાય કહેવાય છે કેમ કે જીવદ્રવ્ય અસંખ્ય પ્રદેશેાના સમૂહરૂપ છે એ જ રીતે ધર્મદ્રવ્યને અસ્તિકાય કહેવામાં આવેલ છે માટે એને અર્થ પણ એ થયેા કે ધર્મદ્રવ્ય એ અસંખ્ય પ્રદેશના સમૂડ-સ્વરૂપ છે. એ જ રીતે અધર્મ-દ્રવ્ય એ પણુ અસંખ્ય પ્રદેશના સમૂહ સ્વરૂપ છે; આકાશ અને પુદ્ગલ પણ એ જ રીતે પ્રદેશેાના સમૂહ-રૂપ દ્રવ્ય છે; પરંતુ આકાશ એ અનંત પ્રદેશેાના સમૂહરૂપ દ્રવ્ય છે; જ્યારે પુદ્ગલ તે સંખ્યાત, અસંખ્યાત અને અનંત પ્રદેશના સમૂહ રૂપ પણ હાય. ધર્મ, અધર્મ, આકાશ એ પ્રત્યેક જગતમાં એક જ છે. અને જીવદ્રવ્ય જગતમાં અનંત છે એમાં ધર્મ, અધર્મ અને જીવદ્રવ્યના અસંખ્ય જ પ્રદેશે! હાય છે; જ્યારે આકાશ દ્રવ્ય એક જ છે અને તે અનંતપ્રદેશાત્મક જ છે, પરંતુ પુદ્ગલદ્રવ્ય તા પરમાણુથી માંડીને અનંતાનંત સંખ્યામાં છે અને તેમાંના કેટલાક સંખ્યાત પ્રદેશાત્મક, કેટલાક અસંખ્યાત પ્રદેશાત્મક તા કેટલાક અનંત પ્રદેશાત્મક પણ હોય છે. ટૂંકમાં, પ્રદેશેાની સંખ્યા ગમે તેટલી હોય પરંતુ ધર્મ, અધર્મ, આકાશ, જીવ અને પુદ્ગલ એ પાંચ દ્રવ્યે પ્રદેશના સમૂહ-સ્વરૂપ હોવાથી એમને અસ્તિકાય કહેવામાં આવે છે.
જ્યારે કાળદ્રવ્યને અસ્તિકાય કહેવામાં આવતું નથી કેમકે કાળદ્રવ્ય માત્ર વર્તમાન એક સમય–સ્વરૂપ જ છે. એક સમયના પ્રદેશ હાઈ શકે નહિ માટે કાળદ્રવ્ય પ્રદેશેાના સમૂહરૂપ ન હોવાથી તેને અસ્તિકાય કહી શકાય નહિ. જગતમાં મૂળભૂત તત્ત્વા છ જ છે.
કોઈ પણ એક તત્ત્વ બીજા તત્ત્વમાં રૂપાંતર પામી શકતું નથી. ચેતન કદી પણ ધર્માસ્તિકાય સ્વરૂપ કે અધર્માસ્તિકાય કે આકાશ કે પુદ્ગલાસ્તિકાયાદિ સ્વરૂપ ન જ બને; તેમ ધમિક પણુ કદી કોઈ પણ અન્ય સ્વરૂપમાં રૂપાન્તર પામી ન શકે. પુદ્દગલદ્રવ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org