________________
૨૦૪]
વિજ્ઞાન અને ધર્મ પિતાના સજાતીય સ્વરૂપમાં રૂપાન્તર પામી શકે. જલપુદ્ગલ એ પૃથ્વીપુદ્ગલ બની શકે, પરંતુ એ કદી પણ ધર્માસ્તિકાયાદિ સ્વરૂપ તે ન જ બની શકે; આથી જ આ છ તને જગતનાં મૂળ તો કહી શકાય. આ છે તેનું જ સમગ્ર સચરાચર જગત બનેલું છે.
જિનાગમમાં આ છ દ્રવ્ય ઉપર ઘણું ચિંતન જોવા મળે છે. એ દ્રવ્યના ભેદો અને પ્રભેદોને વિસ્તારથી વિચાર કરવામાં આવ્યા છે. અહીં તો આપણે વિજ્ઞાન સાથે તુલના કરવા માટે જરૂરી વિચારણ જ કરીશું. છ દ્રવ્યમાંથી છવદ્રવ્યને તે આપણે વિસ્તારથી વિચાર કર્યો છે એટલે હવે બાકીનાં પાંચ દ્રવ્યોને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ સાથે ક્રમશઃ વિચારીએ. ધર્માસ્તિકાય?
ધર્મ એટલે અહીં વિધિનિષેધ રૂપ સદાચારાદિ ધર્મ કોઈએ સમજ નહિ. અહીં “ધમ? એ જિનાગમમાં જ જોવા મળતું પારિભાષિક શબ્દ છે. જિનદર્શન સિવાય કોઈ પણ બીજાં પૂર્વ કે પશ્ચિમનાં કહેવાતાં દર્શનેમાં આ “ધર્મ” તત્વ અંગે નિર્દેશ પણ જોવા મળતું નથી. ધર્મતત્વનું નિરૂપણ માત્ર ભગવાન જિનની જ સ્વતંત્ર સર્વોત્કૃષ્ટ પ્રતિભાનું ફળ છે.
જિનાગમમાં ધર્મ દ્રવ્ય એટલે ગતિસહાયક દ્રવ્ય કહ્યું છે. જીવ અને પરમાણુ વગેરે જે ગતિ કરે છે તેમાં સહાયક દ્રવ્ય આ ધર્મ છે. બેશક, ગતિ કરવાની શક્તિ તે જીવ-અજીવમાં જ છે. પરંતુ જ્યારે પણ જીવ-અજવ–ગતિ કરે ત્યારે તેઓ ધર્મદ્રવ્યની સહાય વિના ગતિ કરી શકતા જ નથી. એને અર્થ એ નથી કે ધર્મદ્રવ્ય જીવ-અજીવમાં ગતિ પૂરે છે. ના, નહિ જ. ગતિ તે જીવ-અજીવ પિતે જ કરે છે; પણ ધર્મદ્રવ્યની સહાયથી જ. આ વાત સમજવા માટે અહીં બે દાખલા ટાંકીએ. જેમ માછલીમાં જ તરવા માટેની ગતિ કરવાની તાકાત છે. પાણીમાં તે નહિ જ, છતાં પણ પાણીની સહાય વિના માછલી તરવાની પિતાની તાકાત અજમાવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org