________________
[૧૫]
પૃથ્વી : પાણી : અગ્નિ ઃ વાયુમાં ચૈતન્ય
પૃથ્વી એક ઇન્દ્રિયવાળા જીવમાં જેમ તેઓએ વનસ્પતિને
:
ગાણાવી છે તેમ ખીજી ચાર વસ્તુઓ પણ ગણાવી છે. તેમનાં નામ છે પૃથ્વી, પાણી અગ્નિ અને વાયુ. આ ચારેયમાં તેઓ જીવત્વ માને છે. જ્યારે તેમને શસ્ત્ર વગેરેના આધાત લાગે, અગ્નિ વગેરેને વિશિષ્ટ સયેાગ થાય, ત્યારે જ તેમનામાંથી જીવને નાશ થાય છે. હવે તા એક બંગાળી શેાધકે પૃથ્વીમાં એને પૂર્વોક્ત વનસ્પતિમાં પણ જીવત્વની માન્યતા વ્યક્ત કરી છે.
ફેરનેટ નામના મેગેઝીનમાં એક લેખ આવ્યેા છે, જેનું મથાળું Mountain that grows’ છે. તેમાં પણ પૃથ્વી વધે છે એવું સિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં જીવત્વ હોય તે જ વધી શકે એવી જિનાગમામાં નિઃશક માન્યતા છે.
પાણી : પાણીના પ્રત્યેક બિંદુમાં અસખ્ય જીવા છે એ માન્યતા પણ જિનાગમમાં મહુ સ્પષ્ટ શબ્દોમાં રજૂ કરવામાં આવી છે. પાણીને ‘અકાય' કહેવામાં આવેલ છે. આ શબ્દથી જ પાણીમાં જીવત સિદ્ધ થઈ જાય છે. અપુકાય એટલે પાણી (અપ્=પાણી) જ જેવી કાયા છે તેવા જીવાને અકાય કહેવામાં આવે છે. બિરલા ટેકને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org