________________
૧૯૬]
વિજ્ઞાન અને ધર્મ જિનાગમમાં તે પહેલેથી જ વનસ્પતિના મૈથુન-વિકારની વાત કહેવાઈ ચૂકી છે. અશોક, બકુલ, ફણસ વગેરે વૃક્ષે અલંકારવાળી નવયૌવના સ્ત્રીના પગના પ્રહારથી, તેના મુખે ચવાયેલા પાનને ગળે નાખવાથી, તેના સસ્નેહ આલિંગનથી સ્પર્શ સુખને ભેગવીને તત્કાળ ફળ આપે છે એમ કહેવામાં આવ્યું છે. આજે તે ઉપરનાં દષ્ટાન્તથી વનસ્પતિની વિષયવાસના સારી રીતે સિદ્ધ થઈ જાય છે. પરિગ્રહ સંજ્ઞા :
(૧૯) વેતાર્ક કે આકડો લેભવશ થઈને પિતાના મૂળથી ધનને ઢાંકી રાખે છે. - જિનાગમાં આવા પ્રકારની મૂચ્છના વનસ્પતિ જીવોના અનેક પ્રસંગે આવે છે.
આમ જિનાગમમાં કહેલું વનસ્પતિનું જીવત્વનું અને વનસ્પતિમાં આહાર વગેરે સંજ્ઞાઓનું વિધાન સર્વથા સત્ય કરે છે, એમ વૈજ્ઞાનિક દષ્ટિબિંદુથી પણ હવે તે સિદ્ધ થાય છે અને તેથી જ કોઈ પણ જાતની પ્રયોગશાળા વિના કેઈ પણ જાતની સંશોધનવૃત્તિ વિનાના હેવા છતાં જે ભગવાન જિન આવાં પૂર્ણ સત્યને કહી ગયા તે અવશ્ય તેઓ સર્વજ્ઞ હતા એમ માનવું જ પડશે.
એમના સર્વજ્ઞત્વની તે શી વાત કરવી? ૧૨ વર્ષ સુધી જેમણે ઘર સાધના જ કરી છે, કઈ પણ જીવને કદી પણ તપાસ્ય નથી છતાં ૧૨ વર્ષની સાધના પૂર્ણ થયા બાદ તેમણે કયા જીવને કેટલી ઈદ્રિય હેય તેનું આખું વર્ગીકરણ રજુ કરી દીધું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org