________________
વનસ્પતિના છે અને સંજ્ઞાઓ
[૧૯૩
(૬) અત્યારે માંસ ખાનારી વનસ્પતિઓનાં સેંકડે નામ નોંધાયાં છે. આ બીનાની શોધમાં વનસ્પતિના સ્વભાવનું વર્ણન અમેરિકન ઉભિજવેત્તા કટીસે ઈ. સ. ૧૮૩૪માં કર્યું હતું. ત્યાર બાદ કાનીયે આ કાર્ય કર્યું હતું. ત્યાર પછી૪૦ વર્ષ બાદ-હુકરે તે વાતની પૂતિ કરતું ભાષણ કર્યું હતું, આખરે ડાવિને ૧૫ વર્ષના પ્રયાસ બાદ માંસ ખાનારી વનસ્પતિની નામવાર ઓળખ આપી હતી.
એમાંની કેટલીક વનસ્પતિનાં નામે અહીં આપવામાં આવે છે.
(૭) સેરાઃ ઈગ્લેંડ, આસામ, બર્મા, છોટાનાગપુર વગેરે દેશમાં આ વનસ્પતિ થાય છે. એનાં પાંદડાં ભૂમિમાં સંલગ્ન રહે છે. આ પાંદડાં ઉપર ચીકાશવાળા સેંકડે નાના ભાગે હોય છે. તે ઉપર મચ્છર, માખી બેસતાં જ ચૂંટી જાય છે. પછી તે વનસ્પતિને જીવ મચ્છર વગેરેને પાંદડામાંના મધ્યભાગ તરફ ઘસડી જાય છે. પછી પિતે જતુ ઉપર ઊંધા થઈ પિતાને રસ તેની ઉપર નાંખે છે. પંદરવીશ મિનિટમાં જ તે જંતુ મરી જાય છે. અંતે ચારથી દસ કલાકે પાંદડાં સંકેચાઈ જાય છે. વળી પંદર વીસ દિવસે એ પાંદડાં ઊઘડે છે, અને ફરી કાંટામાં નવ રસ જમા થાય છે. એક પાંદડામાં આવી હિંસક કિયા બે વાર થયા બાદ તે પાંદડું ખરી પડે છે.
(૮) સૂર્યશિશિરઃ આ વનસ્પતિ કુબી, પનીર, પુષ્પરજ, નખ અને માંસ સદ્ધને પચાવી શકે છે. આશ્ચર્યની વાત તો એ છે કે તે ચરબી, તેલ વગેરે પદાર્થોને મૂત્રની પેઠે બહાર પણ કાઢી નાખે છે.
(૯) ડાઈવાનિયાનિયા : આ વનસ્પતિ પણ ઉપર પ્રમાણે જ હિંસક છે. તેના વાળને જંતુ અડે કે તરૂ જ પાંદડાં બિડાઈ જાય છે અને જંતુને જોરથી દાબી દઈને મારી નાખે છે. તે પછી ૩૮ કલાકથી માંડીને ૮-૧૦ દિવસમાં ગમે ત્યારે ઊઘડે છે. અમેરિકન પ્રકૃતિતત્ત્વવિદ્ ટ્રિટ કહે છે કે આવી ક્રિયા ત્રણ વાર થયા બાદ આ પાંદડાં થાકી જાવે છે.
વિ. ધ. ૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org