________________
૧૯૪]
વિજ્ઞાન અને ધર્મ
(૧૦) પીંગીકુલાઃ આ વનસ્પતિનાં પાંદડાં ઉપર કેરા ગ્રંથિવાળા કાંટા હોય છે. તેમાં જીવ ચૅટી જતાં પાંદડાં બંધ થઈ જાય છે, અને જતુને પચાવીને પિતાની જાતને પિષણ આપે છે.
(૧૧) ભેરી : આ વનસ્પતિ ઉત્તર અમેરિકામાં થાય છે, તેનાં ઘણું પાંદડાં ભેગાં થઈ જવાથી તેને ઢાંકણવાળ દેખાવ બને છે. તેનું ઢાંકણ નિયત કાળે ઊઘડે છે અને બંધ થાય છે. તે ઊઘડતાં કીડી, પતંગિયાં વગેરે, તેમાં રહેલા પાણીને લેભે ત્યાં આવે છે અને તેમાં ફસાતાં મરી જાય છે.
(૧૨) માલકઝાઝિઃ બંગાળનાં તળાવમાં આ વનસ્પતિ નજરે પડે છે. કીડીઓ સહેલાઈથી પ્રવેશી શકે તેવી તેના પાંદડામાં નળીઓ હોય છે. પેઠેલી કીડીઓ પાછી નીકળી ન શકવાથી ત્યાં જ મરી જાય છે.
(૧૩) એક અમેરિકન ઝાડ પોતાની વડવાઈઓથી પિતાની પાસે અમુક હદમાં આવેલ મનુષ્ય કે ઢોરને ખેંચીને મારી નાખે છે. વનસ્પતિમાં પણ કેવી ક્રૂરતા !
(૧૪) અમેરિકન પ્રખ્યાત ડેફટર “હેલી” કે જેણે “ધી ઓરીજીન એફ લાઈફ નામે ગ્રંથ લખે છે. તેમાં તે ડેસીરા વનસ્પતિના છોડ વિષે લખે છે કે તેનાં પાંદડાં ઉપર કઈ પણ જંતુ બેસતાં જ તેના છોડના કાંટા જતને ભીંસમાં લઈ ચૂસી નાંખીને ફેકી દે છે? આ છેડથી વા ઈંચ ઊંચે પણ છે કે માણસ માખીને ટાંગે તે પણ તે વનસ્પતિ જીવ પિતાના પાંદડાના કાંટા ઊંચા કરીને તે માખીને પકડીને ચૂસી નાંખે છે. (સમાલોચક પુ. ૧૯, અંક. ૭, ૧૯૧૪)
(૧૫) ભયસંજ્ઞા : લજામણીના છોડને અડતાં જ તે સંકોચાઈ જાય છે એ વાત તેનામાં રહેલી ભયસંજ્ઞાના પુરાવા માટે સચોટ દષ્ટાન્તરૂપ છે લજામણી કાંઈ લાજ પામીને શરમાતી નથી કિન્તુ એ ભય પામીને સંકોચાઈ જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org