________________
૧૯૨]
વિજ્ઞાન અને ધર્મ
જિનેશ્વર ભગવંતએ કહેલી વાતમાં કઈ શ્રદ્ધા કરે તેમ ન હતું કે પારામાં ભયંકર વિષયવાસના હોય છે, કે લજામણીમાં ભયની સંજ્ઞા હોય છે, કે બકુલને રૂપવતી નવેઢા લાત મારે અને તે ખીલી ઊઠે છે.
હવે આવી વાતને સહુ માનવા લાગ્યા છે. કેમકે વૈજ્ઞાનિકેએ આ સત્યને શિર ઝુકાવ્યું છે. અગાધ પરિશ્રમના અંતે, અગણિત પ્રયોગો કરીને પણ એમણે આ સત્ય સ્વીકાર્યું એ જ આપણે મન આનંદની બીના છે.
(૧) ફ્રેંચ વૈજ્ઞાનિક કવિ પિતાના ૧૮૨૮ના પ્રાણરાજ્યમાં લખે છે કે વનસ્પતિ પણ આપણું પેઠે સચેતન છે. એવું અમુક સલતનતની વનસ્પતિસૃષ્ટિમાં જોવા મળે છે. તેઓ માટી, હવા કે પાણીમાંથી હાઈડ્રોજન, એકિસજન, નાઈટ્રોજન વગેરે પોતપોતાનાં ત લે છે અને રક્તાશય વગરની વનસ્પતિઓ, જેને બીજાં જંતુની પેઠે મેં કે હાજરી ન હોવા છતાં નીચલી પંક્તિના જતુની પેઠે વિવર દ્વારા આહાર લઈને પિતાના દેહમાં પચાવ છે.
(૨) વિખ્યાત સૂક્ષ્મદ્રષ્ટા શેમાન તે ત્યાં સુધી કહે છે કે વનસ્પતિ અને જંતુરચનાની ગોઠવણને પાયે એક જ છે. આહાર સંજ્ઞા :
(૩) ક્યારેબાચે સિદ્ધ કરી આપ્યું છે કે વનસ્પતિ પણ પિતાના ચૌતન્ય વડે ખનિજ પદાર્થ લઈને, તેને પિતાને લાયક ખનિજ પદાર્થ રૂપે પરિણમાવે છે.
(૪) ઈશ્યાલીમ નામની વનસ્પતિ કીડાના શરીરને ખાઈને ઉદરપોષણ કરે છે.
(૫) આપણે ખેરાક હાજરીમાં જઈને શુદ્ધ થઈ પુષ્ટિપ્રદ લેહી બને છે, તે જ વનસ્પતિને ખોરાક પત્રમાં શુદ્ધ થઈને પુષ્ટિકારક રસ બને છે. વનસ્પતિનાં મૂળ એવાં શક્તિવાળાં હોય છે કે તે ગમે ત્યાં પાણીના સ્થાને પહોંચી જાય છે. એક બાવળનાં મૂળ પાણી માટે ૬૬ ફૂટ દૂર રહેલા કૂવામાં જઈ પડ્યાં હતાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org