________________
૧૯૦]
વિજ્ઞાન અને ધર્મ
આ પાંચમાં જે છે “એક ઈન્દ્રિય’ના વિભાગમાં છે તે બધાને પહેલી, માત્ર સ્પર્શનેન્દ્રિય હોય છે. બીજી કોઈ હેતી નથી. એ રીતે જેઓ “બે ઈન્દ્રિયવાળા હોય તેમને પ્રથમની બે જ ઇન્દ્રિ હોય છે. એ રીતે આપણે જેવા પાંચ ઈન્દ્રિયવાળા જીવેને તમામ -પાંચે ય ઇન્દ્રિય હોય છે. બધા વનસ્પતિ છે એક ઈન્દ્રિયવાળા હોય છે.
આ વનસ્પતિ અને વનસ્પતિકાય કહેવામાં આવે છે. વનસ્પતિ એ જ જેમની કાયા (શરીર) છે એવા જીવોને વનસ્પતિકાય કહેવાય છે.
આ વનસ્પતિકાય જીના બે પ્રકાર છે.
કેટલાક એવા છે, જે અનંતની સંખ્યામાં હોવા છતાં તેમને બધા વચ્ચે એક જ શરીર હોય છે. લીલ, ફૂગ, સેવાળ, બટાટા વગેરે આવી જાતની વનસ્પતિમાં સમાવેશ પામે છે. કદાચ આ વાત ન પણ બેસે કે એક નાનકડા શરીરમાં આટલા બધા જીવ શી રીતે રહે? પણ હવે એને જવાબ વૈજ્ઞાનિકે આપે છે. તેમણે એવી શોધ કરીને કહ્યું છે કે સોયના અગ્ર ભાગ ઉપર નવ કરોડ જતુ રહી શકે છે. એક વાળમાં ૪ હજાર જતુ રહી શકે છે. ટિકિટ ઉપર ફટાલ્યાકટેરિયા નામનાં ૨૫ કરોડ જતુ રહી શકે છે ! એક રતલ લીલી દ્રાક્ષ ઉપર બાવન કરોડ એંસી હજાર જતુ રહી શકે છે. - જ્યારે બીજા પ્રકારના જ એવા છે, જેમને આપણી જેમ એક જીવને એક સ્વતંત્ર શરીર પ્રાપ્ત થયું હોય છે. કેરી, મોસંબી, તુરિયાં, દૂધી, ઘાસ વગેરે વનસ્પતિ આ પ્રકારમાં સમાવેશ પામે છે.
જૈન પરિભાષામાં અનંત જીવ વચ્ચે એક જ શરીરવાળી વનસ્પતિને નિગદ-સાધારણ વગેરે નામથી ઓળખાવાય છે, જ્યારે એ સિવાયની એક વગેરે જીવવાળી વનસ્પતિને પ્રત્યેક વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે.
આ બધી વનસ્પતિમાં માત્ર સ્પર્શનશક્તિ છે એટલે તેને ટાઢ, તડકાની અસરે જરૂર છે. આગ લાગે તે તેની ઝાળ લાગતાં જ તે જી અત્યન્ત ત્રાસી ઊઠે છે; કોઈ કુહાડી કે છો મારે ત્યારે પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org