________________
૧૮૪]
વિજ્ઞાન અને ધર્મ બ્રાહ્મીની ગળી જડ છે, છતાં તેના સેવનથી આત્મમાં જ્ઞાન વધે છે.
દારૂ જડ છે, છતાં તે આત્મામાં માદકતા ઉત્પન્ન કરે છે. અરે ! ચશ્માં જડ છે છતાં તે પહેરાવાય ત્યારે જ નબળી આંખવાળ આત્મા સારી રીતે વાંચી શકે છે.
એટમ બોમ્બ જડ છે, છતાં અનેક આત્માઓને દેહથી ભિન્ન બનાવીને મૃત્યુ અપે છે!
કેપ્યુટર જડ છે છતાં ચેતન આત્મા ન કરી શકે તેવા ગુણાકાર કરી શકે છે. ફક્ત ૧૫ સેકંડમાં મોટી રકમના બે બે લાખ ગુણાકાર કરી નાંખવાની રાક્ષસી તાકાત એ ધરાવે છે !
એક કેપ્યુટરને બે ઘડિયાળે અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યું કે બે ઘડિયાળમાંની એક બગડીને સાવ બંધ પડી ગયેલી છે, જ્યારે બીજી રોજ દસ સેકંડ પાછળ જાય છે તે કયી પાસે રાખવી ? આને જે ઉત્તર એ જડ કેપ્યુટરે આપે એ સાંભળતાં ચેતન જે ચેતન હેરત પામી જાય તેવું છે. એણે કહ્યું કે, “સાવ બગડી ગયેલી ઘડિયાળ પાસે રાખવી કેમ કે તે તે દર બાર કલાકે એકવાર સાચે ટાઈમ બતાવશે જ્યારે બીજી ઘડિયાળ તે ૧૦ સેકંડ રેજ પાછળ જતી જતી ૧૨ વર્ષે એક જ વાર સારો સમય બતાવશે!!!
આ છે જડ-શક્તિનું વિજ્ઞાન ! લાખે હિસાબે કરી નાંખે, વર કે કન્યા શોધી આપે, આગાહીઓ કરી આપે, જન્મદિવસ કહી આપે એ કેપ્યુટર સાવ જડ છે. એનામાં ચૈતન્યને કોઈ અંશ નથી. આવી પણ અચિત્ય છે જડની શક્તિ.
રશિયાએ એવાં પણ જડ યંત્રે શોધી કાઢયાં છે જે ગ્રંથના ગ્રંથનાં ભાષાંતર કરી નાખે છે, અને અમેરિકાની ગેબેથ કમ્પનીએ તૈયાર કરેલું, બલવાનું વનિક્ષેપક યંત્ર શબ્દો ઝડપીને ટાઇપ પણ કરી દે છે અને સાથે જ ફીટ કરેલા અનુવાદક યંત્રથી માગે તે ભાષામાં અનુવાદ પણ કરી આપે છે. જડની શક્તિની વાતે કરતાં વિજ્ઞાન થાકે નહિ એટલી બધી એણે શું કરી નાખી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org