SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨] વિજ્ઞાન અને ધર્મ પરન્તુ તેથી છેડો જ તે પ્રગટી જાય છે? એ માટે એણે પ્રગટી ગયેલા દીપની નજદીક જવું જ રહ્યું. પ્રગટેલા દીપને સ્પર્શ ન થાય ત્યાં સુધી બધું જ નકામું ને? પ્રગટેલે એક દીપ મળી જાય તે એના સ્પર્શમાત્રથી લાખે બુઝાયેલા દીપ પ્રગટી જાય; અને એ દરેક દીપ બીજા લાખેને પ્રગટાવતા જાય. કેવી અપૂર્વ પરાર્થયાત્રા? કેવું સુંદર વિશુદ્ધિકરણ કેવું અદ્દભુત આત્મવિજ્ઞાન! સૂર્ય ઈચ્છતો નથી તે ય સહેજ રીતે અંધકારને દૂર કરે છે. સતત પ્રકાશ રહે છે! અગ્નિ ઈચ્છતું નથી તે ય સહજ રીતે કેટલાયની ઠંડી ઉડાડી મૂકે છે! આવી જ સાહજિક્તા ઈશ્વરમાં છે. એનું સાન્નિધ્ય જે પામે ત્યાં પ્રકાશ પથરાય. ત્યાંથી રાગની ઠંડી ઊભી ને ઊભી ભાગી જાય! આ દષ્ટિએ વિચાર કરીએ તે સુખદુઃખમગ જગતને કર્તા ખરેખર ઈવર જ બની રહે છે. એના બતાવેલા રહે જે ચાલે, એને અંતરથી જે નમે તે સુખી થાય; બીજા બધા દુઃખી થાય. તે શું જગતના જીના સુખદુઃખના સર્જક એ ઈશ્વર જ આ સાપેક્ષવિચારથી ન બને? શું આવી જાતનું ઈવરક્તત્વ જ ખૂબ યુક્તિયુક્ત અને સ્વીકાર્ય નથી? * આ જ તે ઈશ્વરને અનુગ્રહ છે કે તેમણે સંદેહમુક્ત અવસ્થામાં વિધિ–નષેધની આજ્ઞા બતાવી અને ભાવુક જીવે એનું પાલન કરવા લાગ્યા, આ જ એમને અનુગ્રહ છે. રાગ વિનના ઈવરને પિતાની રાગદશારૂપ અનુગ્રહ તે સંભવે જ શી રીતે? * ૪ : શ્વર પરમાર તટુવ્રતસેવનાત ચતો મુરિતરત્તસ્થા શર્તા ચાલ્ગુનમાવતઃ ||–શાસ્ત્રવાર્તાસમુચ્ચય * : आर्थ व्यापारमाश्रित्त्य तदाज्ञापालनात्मकम् । पूज्यते परमीशस्यानुग्रहस्तन्त्रनीतितः દ્વાચિંશદ્દઢાત્રિશિકા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001193
Book TitleVigyana ane Dharma
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1991
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy