________________
ઈશ્વર અને જગત્યત્વ
[૧૮૧
સુખને સાચે રસ્તે ત્યાગમાં છે ભેગમાં નથી!” એ ખૂબ જ મહત્ત્વની વાત કેણ સમજાવત?
એ સમજણ વિના ભેગમાં જ સાચું સુખ માની લઈને એની પાછળ શક્તિ, સમય, જીવનને વ્યય કરી નાખીને અશુભ કર્મોના રજકણેને આત્મા ઉપર ચૂંટાડીને મરણ બાદ કેવા ભયંકર દુઃખમાં પટકાઈ પડત? આ બધી દુઃખદ સ્થિતિમાંથી ઉગારી લેનારા એ સદેહમુક્ત ઈવરો છે.
હવે રહી વિદેહમુક્ત ઈકવરની વાત. એઓ પણ ત્યાં રહ્યા રહ્યા અસીમ ઉપકાર કરી રહ્યા છે. ભીમભયંકર સંસારમાં રખડતા આપણામાં એમના જેવી અપૂર્વ સાધનાનું બળ તે નથી જ પરતુ એવી થંડી પળે, થેડી શક્તિ, ડો પ્રયત્ન તે આપણે આ સ્થિતિમાં પણ જરૂર કરી શકીએ છીએ કે જેમાં એ વિદેહમુક્ત ઈશ્વરોને પણ હાથ જોડીને મસ્તકથી ઝૂકી પડીએ, મનથી બોલી દઈએ કે, આપ પરમકૃપાલુ પરમાત્માને હું લાખ લાખ નમસ્કાર કરું છું. આપના દર્શાવેલા માર્ગને જ સત્ય માનું છું. મારા સ્વીકારેલા ઉન્માર્ગથી મારી જ હત્યા કરનારે હું મારી જાતને અસત્ય ભરપૂર માનું છું.
આ રીતે એક પણ નમસ્કાર જે અપે છે એની એક જ ક્ષણમાં અશુભ કર્મોના અગણિત રજકણે એક જ ધડાકે આત્માથી જુદા પડીને આકાશમાં વેરાઈ જાય છે, એ રીતે આત્મા વધુ ને વધુ નમસ્કારે અપતે વધુ ને વધુ વિશુદ્ધ બનતે એકવાર પરમાત્મા બની જાય છે.
આ સિદ્ધિ પામવામાં એ વિદેહમુક્ત પરમાત્માને જ ઉપકાર નથી? એમણે એવી ઉગ્ર સાધન જ ન કરી હોત તે પરમાત્મા કેણ હોત? પરમાત્મા જ ન હતા તે એ નમસ્કાર કેને હતો? નમસ્કાર ન હોત તો અહંકાર શી રીતે તૂટત? કર્મોનાં જાળાં શી રીતે ફેકાત ? વિશુદ્ધિ શું મળત?
બુઝાયેલા દીપમાં ભલે તેલ છે, કેડિયું છે, દિવેલ પણ છે;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org