________________
૧૮૦]
વિજ્ઞાન અને ધર્મ ઈશ્વર એક નથી. ઈશ્વર અગણિત છે. આવા ઈશ્વર જ્યારે સદેહમુક્ત અવસ્થામાં હોય છે ત્યારે ભેગરસિક આત્માઓને સુખને. સાચે રસ્તો-ઉપદેશ આપવા દ્વારા બતાડે છે. અનેક જીવાત્માઓ એ સુખના રસ્તે પ્રણાય કરે છે અને સાધના કરીને કર્મથી, રાગ-રાથી, અજ્ઞાનથી મુક્ત થાય છે. આવા વિશુદ્ધ આત્માઓ સદેહમુક્ત પરમાત્મા કહેવાય છે. જ્યારે તેઓ પોતાનું આયુષ્ય પૂર્ણ કરે છે ત્યારે તેઓ વિદેહમુક્ત પરમાત્મા બને છે. ત્યાં તેઓ સદા સચ્ચિદાનંદ સ્વરૂપમાં રમમાણ રહે છે. એ ત્યાંથી કદી ઉપદેશ વગેરે આપતા નથી કેમકે તેમને મુખ–શરીર વગેરે હતાં નથી, કદી તેઓ અવતાર લેતા નથી. કેમકે તે માટે જરૂરી કર્મ વગેરેથી તેઓ સદા માટે મુક્ત થઈ ગયા છે. તેઓ જ્યાં જ રહે છે, ત્યાં જ સ્વરૂપમાં રમે છે; એ આત્મા આત્માથી આત્માના જ મસ્ત સુખમાં મસ્તાન રહે છે; સદા માટે.
પ્ર–તે એવા ઈવર આપણા શા ઉપગમાં આવે? એ આપણું શું ભલું કરે ? આપણું ભક્તિથી જે તેઓ આપણી ઉપર પ્રસન્નતા દર્શાવવા દ્વારા રાગ ન દાખવતા હોય તો પછી એમની ભક્તિને. પણ શું અર્થ? મહેતે મારે પણ નહિ ભણાવે પણ નહિ!
ઉના, તેમ નથી. ઈશ્વરના પિતાના સ્વરૂપમાં બે વિભાગ પડે છે. સદેહમુક્તતા અને વિદેહમુક્તતા. એમાં જે સદેહમુક્ત અવસ્થાનું ઈવરત્વ છે તે તે આપણું માટે બહુ સીધી રીતે ઉપયોગી બને છે. એ વિશુદ્ધ આત્મા શરીરસહિત હોય છે કેમકે હજી તેમનું આયુષ્ય પૂર્ણ થયું નથી. એટલે તેઓ સુખને સાચે રસ્તે આપણને સહજ રીતે બતાડે છે. એઓને એવી ઈચ્છા પણ કરવી પડતી નથી કે મારે જગતના અજ્ઞાનજીને જ્ઞાન આપવું છે. ખૂબ જ સહજ રીતે તેઓ સમાગદર્શન કરાવતા હોય છે, એટલે આ રીતે સદેહમુક્ત ઈવરો તે આપણું ઉપર ભારે ઉપકાર કરે જ છે.
જે તેઓ પિતાને પ્રાપ્ત થયેલે જ્ઞાનપ્રકાશ આપણું હિતમાં ન લઈ જત તે આપણું અજ્ઞાનના અનંત અંધિયારાને કણ દૂર
કરત?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org