________________
ઈશ્વર અને જગતકતૃત્વ
[૧૭૯
નિવાસ કરવાની, બટન દબાવતાં પ્રકાશ કરી દેવાની, હજારો માઈલ દૂરનાં દશ્ય પરદા ઉપર જોવાની, ત્યાં રહેલા માણસ સાથે વાતે કરવાની વગેરે વગેરે એવી અઢળક શે વિજ્ઞાન કરી ચૂક્યું છે, જેને ગસાધનાથી જ શક્ય માનવામાં આવતી; જેને આશ્ચર્ય ગણવામાં આવતું. વિજ્ઞાને શું કર્યું તેની સાથે આપણને નિસ્બત નથી પરંતુ એની હેતભરી શેધાએ વસ્તુમાત્રની પાછળ કામ કરતાં કારણોની તપાસ કરીને ઈશ્વરીય-ક ત્વની ઉપર ફેરવિચાર કરવાનું જણાવી દીધું છે એ તે સુનિશ્ચિત હકીકત છે.
અહીં એક પ્રશ્ન થાય કે જે જૈનદાર્શનિકે ઈશ્વરકર્તુત્વવાદને માનતા નથી તે શું તેઓ અનીશ્વરવાદી છે?
આ પ્રશ્ન જાને ત્યાં પૂછવામાં આવે છે એટલું જ નહિ પણ જૈનદર્શનને અનીશ્વરવાદી દર્શન તરીકે ગ્રંથમાં લખી દેવા સુધીનું દુઃસાહસ પણ વ્યાપકરૂપમાં કરવામાં આવ્યું છે. આ જ કારણે જેનેને નાસ્તિક કહેવા સુધીનું સાહસ પણ કેટલાક લોકોએ કર્યું છે.
જ્યારે વસ્તુસ્થિતિ સાવ જ જુદી છે. જૈનદાર્શનિકે ઈશ્વરને જ નથી માનતા એમ નથી. તેઓ ઈશ્વરને જરૂર માને છે પણ તેને જગતના ર્તા તરીકે માનતા નથી. કિન્તુ જગતના દર્શક તરીકે માને છે. ઈશ્વર દેણ થાય છે અને કેવી રીતે થાય છે તે વાત પૂર્વે જણાવી છે. એટલે ઈશ્વર તે છે જ, આપણુમાને કોઈ પણ આત્મા રાગ-રષ અને અજ્ઞાનથી સર્વથા મુક્ત થવાની સાધના કરે અને અંતે વીતરાગ સર્વજ્ઞ બને તે તે ઈશ્વર જ બને છે.
ઈશ્વર એટલે કોઈ પણ પ્રકારના રાગદ્વેષના સંપૂર્ણ અભાવવાળા પરમાત્મા. એમનામાં સ્ત્રી આદિ પ્રત્યેના રાગની ચેષ્ટા પણ ન હોય, અસુર વગેરેના સંહારનું તાંડવ પણ ન હોય એવાં કારણોસર એમને અવતારે પણ લેવાના ન હોય.
ઈશ્વર એટલે આત્માનું સુવિશુદ્ધ પ્રગટ સ્વરૂપ, ઈશ્વર એટલે આ લેકના અંત ભાગમાં સદાના માટે સ્થિર થઈ ચૂકેલા અગણિત વિશુદ્ધ આત્મા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org