________________
૧૭૮]
વિજ્ઞાન અને ધર્મ રહે છે. પિતાનાં મન્તવ્યમાં ઘણાં પરિવર્તને થતાં રહ્યાં અને અંતે તેઓને એ ધ્રુવસને જ અનેક વખત સ્પર્શવું પડ્યું છે.
દ્રવ્ય અને શક્તિના વિષયમાં પણ આમ જ બન્યું છે. ખેર, હવે પણ વૈજ્ઞાનિકે સત્યના ધ્રુવતારાની તરફ પોતાની બુદ્ધિનું નાવડું લાવી ચૂક્યા છે અને એ દિશામાં એ નાવડું હંકારી રહ્યા છે એ જ આનંદની બાબત છે.
આજ સુધી દ્રવ્યની જેમ શક્તિને પણ વિજ્ઞાનના ક્ષેત્રમાં સ્વતંત્ર તત્વ તરીકે જ માનવામાં આવતી હતી. પરંતુ આઈન્સ્ટાઈને એ વાત હવે તદ્દન સ્પષ્ટ કરી દીધી છે કે દ્રવ્ય (Metter) અને શક્તિ (Energy) એકબીજાથી અત્યંત ભિન્ન નથી. દ્રવ્ય શક્તિમાં અને શક્તિ દ્રવ્યમાં પરાવર્તિત થઈ શકે છે. વિજ્ઞાનના ક્ષેત્રમાં આઈન્સ્ટાઈનનો આ નિર્ણય કાન્તિકારી ગણવામાં આવ્યું છે.
ઉત્પત્તિ, વિનાશ અને ધ્રુવતાને પદાર્થ સ્વભાવસિદ્ધાંત પૂર્વે કહેવાઈ ચૂક્યો છે. એ વાતનો સાર એટલે જ છે કે પદાર્થમાં પ્રતિક્ષણ નવા આકારની ઉત્પત્તિ થાય છે. પ્રાચીન આકારને વિનાશ થાય છે અને પદાર્થની ધ્રુવતા રહે છે. આધુનિક વિજ્ઞાન પણ આ વાતમાં સમ્મત થઈ જાય છે. શક્તિના રૂપમાં પદાર્થ બદલાતું રહે છે પણ પદાર્થને આત્યંતિક વિનાશ થતો નથી.
હવે જ્યારે આ જ વસ્તુસ્થિતિ છે અને પદાર્થનાં જે રૂપાન્તરો થયા કરે છે તેમાં માનવ વગેરેને પ્રયત્ન અથવા કુદરતી પરિણામ જ કારણરૂપ બને છે ત્યારે એ પરિવર્તન કરનાર તરીકે ઈશ્વરને માનવાની જરૂર જ રહેતી નથી.
આજનું વિજ્ઞાન તે એવી કઈ પણ આશ્ચર્યજનક જણાતી બાબતની પાછળ પણ કારણે આપીને ઈશ્વરના કર્તુત્વને ઉડાડી દે છે. કૃત્રિમ રીતે વરસાદ વરસાવવાની, જળ ત્યાં સ્થળ અને સ્થળ
ત્યાં જળ કરવાની, સમુદ્રના પાણીને નાથવાની, સહરા જેવા અફાટ રણમાં વનસ્પતિ ઉગાડવાની, આસ્ફાલ્ટની સડક બનાવવાની, પાણીનું રક્ષણ કરીને વધુ અનાજ ઉગાડવાની, હિમાચ્છાદિત પ્રદેશમાં સ્થાયી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org