________________
ઈશ્વર અને જગતકર્તુત્વ
[૧૭૭ એવા સંજનનું એ જ સ્વાભાવિક પરિણામ છે તેમાં ઈશ્વરના પ્રયત્નને વચ્ચે લાગવાની કશી જરૂર નથી. ધરતીકંપ થવા-લાવારસના પર્વત ફાટવા–વરસાદ પડે વગેરે ઘણી પ્રવૃત્તિની પાછળ વૈજ્ઞાનિક કારણ મળી જ રહે છે.
એક સંસારી આત્મા શરીર વગેરે સામગ્રીનું નિર્માણ કરે છે તે કેવા પર્યાયવાળા પુદ્ગલ દ્રવ્યમાંથી, કેવા કર્મસ્વરૂપને પામીને કેવી રીતે કરે છે તેની બહુ સ્પષ્ટ સમજણ જેનદર્શનમાં આપવામાં આવી છે. એટલે કે ઈ પણ બાબતમાં ઈશ્વરીય કર્તા ત્વને વિચારવાની પણ જરૂર પડતી નથી. આવી સમજણને જ્યાં અભાવ છે ત્યાં જ ઈશ્વરકતૃત્વની કલ્પના આકાર પામી શકે.
ઈશ્વરકત્વ ઈન્કારતા જૈન-તત્વજ્ઞાનના વિચારમાં મૂળ વાત તે વસ્તુમાત્ર દ્રવ્ય અને પર્યાયસ્વરૂપ છે. તેમાં, ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્ય અવશ્ય હોય છે તે જ છે. તેનું એ દ્રવ્ય છે તે સોનાની વીંટી એ પર્યાય છે. સોનું અને વીંટી બે ય એકબીજાથી જુદાં નથી. આમાં સનું એ નિત્યદ્રવ્ય છે, જ્યારે ઊંટી તે અનિત્યપર્યાય છે.
વસ્તુમાત્ર દ્રવ્યમય અને પર્યાયમય છે, તથા વસ્તુમાત્રમાં ઉત્પાદ, ધવ્ય અને વ્યય ભાવ હોય છે. એ વાત પણ વસ્તુતઃ તે એક જ છે. કેમકે ઉત્પાદ અને વ્યય એ વસ્તુને પર્યાય છે, જ્યારે ધ્રૌવ્ય એ વસ્તુનું દ્રવ્યત્વ છે.
આ વાત આજ સુધી તે જેન-દાર્શનિકોએ જ કહી હતી. ભગવાન જિનેશ્વરેએ જિનાગમમાં કહી હતી પરંતુ હવે તે વિજ્ઞાન જગતમાં મૂર્ધન્ય ગણાતા આલબર્ટ આઈન્સ્ટાઈન જેવા પણ દ્રવ્ય અને તેની શક્તિ (પર્યાય)ને માનવા લાગ્યા છે અને તે બેયને પણ આજ સુધી સાવ ભિન્ન માનતા હતા તે હવે અભિન્ન પણ માનવા લાગ્યા છે.
અંતે તે ધર્મ જ અંતિમ સત્ય છે. વૈજ્ઞાનિકોનું મંતવ્ય એ કાંઈ અંતિમ સત્ય નથી. તેઓ પણ તેમ જ કહે છે એટલે વૈજ્ઞા નિકેને માટે પણ જેનદર્શનનું તત્વજ્ઞાન જ સત્યને ધ્રુવતારો બની વિ. ધ. ૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org