________________
૧૭૬]
વિજ્ઞાન અને ધર્મ આ તે જીવ-દ્રવ્યની વાત કરી. હવે જડ-દ્રવ્ય સંબંધમાં પણ જોઈએ.
પુદ્ગલદ્રવ્યના પરમાણુઓ અનંતાનંત છે. તેઓ એકબીજાથી છૂટા પણ રહી શકે છે અને બે કે તેથી વધીને અગણિત સંખ્યામાં ભેગા થઈને નાના–મેટા સ્કંધ બનીને પણ રહી શકે છે. એક સ્કંધમાંથી કઈ પરમાણુ જુદો પડીને બીજા સ્કંધમાં ભળી જાય કે બીજા કેઈ સ્કંધને પરમાણુ તે સ્કંધમાં ભળી જાય તેવું પણ બને છે. આમ પુદ્ગલના વિવિધ સ્કમાં પરમાણુઓની ન્યૂનાધિકતા થતી જ રહે છે. આ રીતે એક સ્થળેથી અન્ય સ્થળે મળતા અને વિખરાતા પુદ્ગલ પરમાણુઓ સદા આ જગતમાં રહે છે. પરમાણુ કદાપિ નાશ થત નથી. આમ પરમાણુમાંથી સ્કધ બને છે ત્યારે તે સ્કંધ પર્યાયનો ઉત્પાદ થયે એમ કહેવાય છે, જ્યારે એ કંધને થોડા અંશે કે પૂર્ણ અંશે નાશ થઈ જાય છે ત્યારે પરમાણુના સ્કંધ પર્યાયને વિનાશ થયે એમ કહેવાય છે, પણ આ બે ય સ્થિતિમાં નિત્ય શાશ્વત પરમાણુદ્રવ્યની ધ્રુવતા તે કાયમ જ રહે છે. આ રીતે પરમાણુ પુદ્ગલે પાણીના, અગ્નિના, માટીના વગેરે વગેરે અનંત પર્યાને પામ્યા પણ છે અને એ પર્યાયના વિનાશવાળા પણ બન્યા છે.
આવા બધા ઉત્પાદ-વિનાશ પર્યામાં કેટલાક ઘટ-પટ-મકાન વગેરે પર્યાયે મનુષ્ય વગેરેના પ્રયત્નથી ઉત્પન્ન થાય છે જ્યારે મેઘધનુષ, ગંધર્વનગર વગેરે સ્વરૂપ પર્યાયે મનુષ્ય વગેરેના પ્રયત્ન વિના જ ઉત્પન્ન થાય છે. પથ્થર વગેરે વસ્તુઓથી પર્વતનું બની જવું, પાણીના પ્રવાહો ભેગા થવાથી નદીનું વહેવા લાગવું, વરાળનું પાણરૂપે થઈ જવું, પાણીનું વરસાદરૂપે વરસવું ઈત્યાદિ જે પરિવર્તને આ વિશ્વમાં થાય છે તે બધાં મનુષ્ય વગેરેના પ્રયત્ન વિના જ થાય છે. આવાં પરિવર્તને ઈશ્વરના પ્રયત્નથી થાય છે એમ કહેવું તે તે પ્રત્યક્ષથી વિરુદ્ધ છે. વરાળનું પાણીરૂપ થવું વગેરેની પાછળ વૈજ્ઞાનિક કારણે જ રહેલાં છે. બે અંશને હાઈડ્રોજન વાયુ અને એક અંશનો ઓકિસજન વાયુ ભેગા મળે છે તેનું અવશ્ય પાણી થઈ જ જાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org