________________
૧૯૨]
વિજ્ઞાન અને ધમ
અમે ઈશ્વરને જગતના બનાવનાર ન કહેતાં જગતને બતાવનાર કહીએ છીએ. ઈશ્વર સર્વજ્ઞ જ હોય અને તેથી જ સમગ્ર જગતનું સ્વરૂપ કેવું છે. તે આપણને બતાવે છે, ઇશ્વરનાં બે સ્વરૂપની વિચારણા આગળ કરીશું.
હવે આ રીતે જૈન દૃષ્ટિએ ઈશ્વર જગત્કર્તા સિદ્ધ થતા નથી. જૈનાગમે તેા પરમાણુથી માંડીને તમામ વસ્તુને દ્રવ્યમય અને પર્યાયમય માને છે. દ્રશ્યમાં ઉત્પાદ, વિનાશ અને ધ્રુવતા એમ ત્રણ પર્યાય છે. માટીમાંથી ઘડાના ઉત્પાદ થાય, ઢેફાના વિનાશ થાય બધી અવસ્થામાં માટીની ધ્રુવતા રહે તેમાં કશુંય ઈશ્વરના પ્રયત્નથી થાય છે તેમ જૈનદાનિકે માનતા નથી, જો બધા જ વિનાશ ઈશ્વરાધીન હેાત તે બધા જ ઉત્પાદ અને બધા જ વિનાશ ઈશ્વરપ્રયત્નજનિત જ હોત પરન્તુ હકીકતમાં તેમ નથી. કુદરતમાં કેટલાંક વાદળ, મેઘધનુષ વગેરે એવાં તત્ત્વા પણ પડેલાં છે. જેના ઉત્પાદ-વિનાશ મનુષ્ય વગેરે કોઈ પણ વ્યક્તિના પ્રયત્ન વિના જ થતા હોય છે. જો એવા ઉત્પાદ-વિનાશમાં પણ ઇશ્વરકતૃત્વ સિદ્ધ થતું નથી, તેા કુભાર વગેરેના પ્રયત્નથી થયેલા માટીમાંથી ઘાટ વગેરેના ઉત્પાદનમાં અને ઢેફાં વગેરેના વિનાશમાં કુંભારના જ પ્રયત્ન કેમ ન માનવા? શા માટે ત્યાં દૂરસ્થ ઇશ્વરના પ્રયત્ન માનવા જોઈએ ? આમ સ્વાભાવિક અને પ્રયત્નજનિત એ ય પ્રકારના ઉત્પાદ—વિનાશમાં ઇશ્વરકત્તા સિદ્ધ થતી નથી.
કાચની બનાવટ રેતીમાંથી થાય છે, પરંતુ રેતી એ પણ એ વખતે એ રેતીના કણામાં રહેલા જીવેાના શરીર જ છે. એ રેતીસ્વરૂપ શરીરની ઉત્પત્તિ પણ એમાં એક વખત રહેલા જીવાના પ્રયત્નથી જ બની છે. રેતી કાંઈ એમ ને એમ બની ગઈ નથી. પછી જ્યારે શરીરમાંથી એ જીવા ચાલ્યા જાય છે ત્યારે એ શરીરને રેતીનું નામ અપાય છે. પછી મનુષ્યનેા પ્રયત્ન આગળ આવે છે. મનુષ્ય એ રેતીના પર્યાયના નાશ કરીને એમાંથી કાચ બનાવે છે. પછી એ કાચને બાળકે તેડી નાંખે છે. ત્યારે કાચમાંથી કાચના કટકાઓ બને છે. આમ જીવાએ પેાતાના પ્રયત્નથી શરીર બનાવ્યું;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org