________________
૧૬૮)
વિજ્ઞાન અને ધર્મ
બક્ષે છે. નવેઢા સ્ત્રીને પતિને ભરયુવાનીમાં અકસ્માત્ કરાવનાર ઈશ્વર, હોસ્પિટલમાં જવાની પ્રેરણ કરનાર પણ ઈશ્વર, વેદના ઉત્પન્ન કરનાર પણ ઈશ્વર, અને મૃત્યુ આપનાર પણ ઈશ્વર. એ રીતે નઢાના જીવનને પતિના સુખથી વંચિત કરનાર ઈશ્વર, એ સ્ત્રી પરપુરુષના સંગે ખેંચાય તે તેમાં પણ પ્રેરક ઈશ્વર અને પરપુરુષના સંગદેષથી એની આબરૂને જે આઘાત લાગે અને પરલેકમાં હીન સ્થાને માં જન્મ મળે છે તેમાં પણ ઈશ્વરનું જ પ્રેરક કર્તુત્વ હોય છે.
સૂર્ય-ચન્દ્રને આકાશમાં પકડી રાખનાર, એમને ગતિ આપનાર પણ ઈશ્વર છે. સમુદ્રને મર્યાદામાં રાખનાર પણ એ જ છે. જગતની કોઈ પણ હિલચાલમાં, જગતના કેઈ પણ કાર્યમાં ઈશ્વર જ પ્રેરક બને છે. ભલે પછી સાક્ષાત્ રીતે તેને કર્તા માનવ કે કઈ પશુ વગેરે કહેવાતે હેય.
કેટલાંક દર્શનનું આ મંતવ્ય છે.
પરન્તુ જેનદાર્શનિકે આ મંતવ્યને સચેટ યુક્તિઓ સાથે નકારી નાખે છે. આ વિષયમાં ઢગલાબંધ સાહિત્ય લખાયું છે. જડની
અચિત્યશક્તિનું નિરૂપણ કરીને એમણે ઈશ્વરકતૃત્વવાદ અંગે અપૂર્વ ચિંતન રજૂ કર્યું છે.
હવે તે વૈજ્ઞાનિકે પણ જગતની કઈ પણ પ્રવૃત્તિની પાછળ વૈજ્ઞાનિક કારણ આપે છે. એમની દ્રષ્ટિમાં જડની બાબતમાં કશું જ અગમ્ય–અશક્ય જેવું રહ્યું નથી કે જેને કરવા માટે ઈશ્વરના કર્તે ત્વને માનવાની જરૂર પડે. વળી જગતના ઘડા વગેરેના કર્તા કુંભાર વગેરે છે જ. તેમનું પ્રત્યક્ષ કર્તુત્વ ન માનીને એની પાછળ અપ્રત્યક્ષ-ઈશ્વરતું કર્તુત્વ માનવાની વાત તે બિલકુલ યુક્તિબાહ્ય લાગે છે, એટલે ત્યાં પણ ઈશ્વરકતૃત્વવાદ ઊભે રહી શક્તા નથી.
હવે આપણે પ્રથમ તે જૈનદષ્ટિએ કર્તુત્વવાદનું ખંડન વિચારીએ.
શ્રી વીતરાગસ્તેત્રમાં પૂ હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ ઈશ્વરકર્તા ત્વવાદ અંગે જે તકબદ્ધ ચિંતન મૂક્યું છે તે અહીં સંક્ષેપમાં જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org