________________
ઈશ્વર અને જગતકતૃત્વ
[૧૬૯ એ વાત ચોક્કસ છે કે ઈશ્વર જે જગતનું નિર્માણ કરતા હેય તે તેવું નિર્માણ કરવા માટે તેમને શરીર તે હેવું જ જોઈએ. અને શરીર પુણ્યકર્મ વિના તે સંભવે જ નહિ એટલે શરીરવાળા ઈશ્વરમાં કર્મ પણ સ્વીકારવાં જોઈએ. વસ્તુતઃ ઈશ્વર કતૃત્વવાદીઓ ઈશ્વરને કર્મમુક્ત અને શરીરમુક્ત માને છે. જે એમ જ હેય તે શરીર વિનાના ઈશ્વર આ સૃષ્ટિનું નિર્માણ કરી શકે નહિ. * કદાચ ઈશ્વરકતૃત્વવાદી કહે કે, જગકર્તાને જગતનું નિર્માણ કરવા માટે શરીરની જરૂર જ નથી. જગત બનાવવાની એમની ઈચ્છા જ જગતનું નિર્માણ કરી દેવા સમર્થ છે; તે આની સામે કહી શકાય કે ઈચ્છા તે અભિલાષારૂપ છે. અને એ અભિલાષ તે શરીરવાળા આત્માને જ ઘટી શકે. જ્યારે સકળ અભિલાષાઓનો નાશ થાય છે ત્યારે જ તે અશરીરપણું પ્રાપ્ત થાય છે એટલે અશરીરને ઈચ્છા સંભવી શકતી નથી. માટે ઈચ્છામાત્રથી જગત નિર્માણની વાત પણ ઉચિત નથી. અને જે જગનિર્માણ કરવામાં કઈ પ્રયજન હોય તે એ પ્રશ્ન થઈ શકે છે કે બુદ્ધિમાન માનવની જે કઈ પ્રવૃત્તિ હેય તે ઈષ્ટને પ્રાપ્ત કરવા માટે હેય, કાં અનિષ્ટને દૂર કરવા માટે હોય.
આ બેમાંથી ગમે એક કારણે પ્રવૃત્તિ હેય. જેમને હવે કે ઈ ઈચ્છા જ નથી એવા ઈશ્વરને ઈષ્ટ મેળવવાની ઈચ્છા કે અનિષ્ટ દૂર કરવાની ઇચ્છા પણ શી રીતે ઘટે? એટલે કે જગતનું નિર્માણ કરવાની પ્રવૃત્તિમાં કઈ પ્રજન પણ સંભવતું નથી.
પ્ર-ના, જગકર્તાને સૃષ્ટિનિર્માણ કરવાનું કે પ્રજન જ નથી. એ તે માત્ર પિતાની સ્વતંત્રતાથી જ જગતનું નિર્માણ અને જગતને સંહાર કરવામાં પ્રવૃત્ત થાય છે. એક બસ, એ તે એમને એવી ઈચ્છા થઈ, “લાવ, જગતનું નિર્માણ કરવાની રમત કરું અથવા ૪ :
પ્રવૃત્તિને નોજિતા વી. સ્તોત્ર * : न च प्रयोजनं किञ्चित्स्वातन्त्र्यान्न पराजया ।
क्रीडया चेत्प्रवर्तेत रागवान्स्यात्कुमारवत् ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org