SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪] વિજ્ઞાન અને ધર્મ પણ બિલકુલ તકથી સિદ્ધ કરી શકાય છે છતાં ય કઈ તકવાદીને એ તર્ક ન કબૂલ હોય તે લાચારી સિવાય શું અનુભવવું? આઈકમેન નામને એક માણસ પોતાના અધ્યક્ષપણું નીચે લાખ યહૂદીની કતલ કરી નાખે અને પછી પકડાયેલા તે માણસને સજા તરીકે આજની કેટે વધુમાં વધુ શું ફટકારી શકે? ફાંસી જ ને? લાખેને રિબાવી રિબાવીને મારનારને એક જ વાર ફાંસીની ક્ષણિક સજા ફટકારનાર ન્યાયાલય શું સાચે ન્યાય તેગે છે? નહિ જ. આવા ઘોર પાપાત્માઓને (૧) એ એવી એક દુનિયામાં મોકલે છે, જ્યાં તેમને મરણતોલ ફટકા પડે તે ય તેઓનું જલદી મૃત્યુ ન જ થાય; બલકે હજાર, લાખે વર્ષો સુધી એ મારપીટ સહવી પડે. (૨) વળી એટલું બધું સહન કરે તે વખતે મારથી બેભાન બની જાય છે તે આત્માને તે મારની વેદના અનુભવવા ન મળે, આવું ન થાય એ માટે તે પાપાત્માને સભાન અવસ્થામાં રાખે છે એટલું જ નહિ પરંતુ પિતાનાં જન્માંતરોની પણ સ્મૃતિ કરાવીને પાપની યાદ આપે છે. (૩) વળી જીવલેણ માર ખાનારનું શરીર માર ખાવા સમર્થ હોવું જોઈએ, નહિ તે લાંબા સમય સુધી મારા પીટ કરી ન શકાય એ દષ્ટિથી જ જાણે કે ત્યાંના આત્માઓને શરીર પણ તેવું જ મળે છે. (૪) અને મારનાર પણ મજબૂત જોઈએ નહિ તે થાકી જાય; એટલે દેવાત્માએ જ ત્યાં આવીને વારાફરતી ફટકા મારે છે અથવા તે તે અપરાધી છ જ આપસઆપસમાં જ ખૂનખાર જંગ ખેલતા રહીને મહાયાતનાનું જીવન જીવતા રહે છે. - આ ચારેય બાબતે જ્યાં છે તે દુનિયાને જ નારકની દુનિયા કહેવાય છે. વર્તમાન જગતમાં પરમાત્માઓને યોગ્ય શિક્ષા કરનારું કઈ ન્યાયાલય નથી, એવું કેઈ સ્થાન નથી, એવી કઈ આપત્તિ નથી કે જે તમામ પાપોને ચગ્ય બદલે વાળી શકે. એ બધું ય છે આપણું પૃથ્વીની નીચેના નારકલેકમાં. ત્યાં અહીંના કેઈ પણ જાતના ઉત્કટ દુઃખ કરતાં ય અનંત For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001193
Book TitleVigyana ane Dharma
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1991
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy