________________
નારકલાક-વિચાર
[૧૯૫
ગુણુ દુ:ખ છે. અહીંના ઉત્કટમાં ઉકટ ટાઢ, તૃષા, ગરમી, ખૂજલી વગેરે રોગો કરતાં અનંતગુણુ ટાઢ વગેરે છે.
ભયંકર હિંસા કરનારા, જૂઠાણાં ચલાવનારા, ચારીઓ અને લૂંટફાટ કરનારા, ભયાનક દુરાચાર સેવનારા, અત્યંત લાભી આત્માએ એવી નારકની દુનિયામાં જન્મ લે છે.
આ કોઈ ધર્મે ઊભા કરેલા ભયા નથી. આ છે માત્ર સત્ય. સત્યનું વિધાન; કોઈ પણ વાઘાવસ્ત્ર વિનાનું. ખીચાખીચ સત્યથી ઊભરાયેલું; અસત્યથી સર્વથા વેગળું એવુ શાસ્ત્રીય વિધાન. જગતને નારકની રોચક વાતો કરીને કે દેવલેાકની દુનિયાની રાચક વાતા કરીને જ અધર્મનિવૃત્તિ અને ધાર્મિક પ્રવૃત્તિ કરવાના જિનદનના માર્ગ નથી.
કોઈ એને ન માને એટલા માત્રથી એ નહિ માનવા યાગ્ય બની જતું નથી. કોઈ એને માને એટલા માત્રથી એ માનવા ચેાગ્ય પણ ખની જતું નથી. એ સત્ય છે માટે જ બહુમાન્ય છે. આથી વધુ એને માટે કાંઈ જ કહી શકાય નહિ.
આમ મનુષ્ય તિર્યંચલાકની આપણા પ્રત્યક્ષથી, દેવલાકની ખીજાના પ્રત્યક્ષથી અને નારકલેાકની અનુમાનથી સિદ્ધિ થઈ જાય છે. આ ચારે ય લાકથી પર મેાક્ષગતિ છે. તેના અંગે આગળ ઉપર વિચાર કરીશું.
ટૂંકમાં ઉક્ત ચાર ગતિમાં ભમતા આત્મા દેહથી ભિન્ન એવુ સ્વતંત્ર તત્ત્વ છે એ વાત હવે એકદમ સ્થિર થઈ જાય છે.
Jain Education International
>
For Private & Personal Use Only
www.jainelibrary.org