________________
પ્રેતાત્મા સાથે વાતચીત
[૧૫૫
માનવને શ્રીમંત કરી દેવાની તાકાત હોવા છતાં તે કઈ માનવ કેઈ દેવાત્માને જન્માંતરને સ્વજન હોવા છતાં જ્યાં સુધી તે માનવનું તેવું શુભ કર્મ જાગૃત નથી થતું ત્યાં સુધી તે દેવાત્માને તેને મદદ કરવાની ઈચ્છા જ ન થાય. દરેક વસ્તુ અંતે તે પિતપોતાના કર્મ ઉપર જ અવલંબે છે. આ પ્રેતાત્મા પણ પિતાના સ્વજને પ્રત્યે બેદરકાર રહે છે તેનું આ જ કારણ છે એમ શ્રી જિનાગ કહે છે.)
[૨૩] પ્ર. તમે તમારા ફ્રેન્ચ દીકરાને મળવા કેમ જતા નથી?
ઉ. મારા શરીરનું બંધારણ જ એવું છે કે તેને તેવી લાંબી અવકાશયાત્રા શકય નથી.
(વ્યન્તર વગેરે હલકી યેનિના દેવે વધુ દૂર સુધી જઈ શકવાને સામાન્યતઃ અસમર્થ હોય છે. વળી તે તે ક્ષેત્રોના રક્ષક બીજા દે. જે વધુ બળવાન હોય છે તે નિર્બળ દેવેને તેમના ચેકી પહેરામાંથી જવા દેતાં નથી. એટલે પ્રેતાત્માનું આ વિધાન પણ ઠીક જ છે.)
[૨૪] પ્ર. તમે કઈ મહાન સંતના સંપર્કમાં છે તે મને તેમનાં નામ કૃપા કરીને જણાવશો?
ઉ. હમણાં તે હું કેઈના સંપર્કમાં નથી. રમણમહર્ષિના ઉપદેશમાંથી હું શીખે છું કે જેના પ્રત્યે સ્વયંભૂ પૂજ્યબુદ્ધિ પ્રગટે તેને મહાન સંત સમજ. જેની હાજરીમાં માણસને સઘન અને ઉચ્ચ પ્રકારની શાન્તિને અનુભવ થાય તેને મહાન સમજ.
[૨૫] પ્ર-પ્રેતાત્માની સૃષ્ટિમાં તમારે નિકટને મિત્ર કેણ છે? તે પૂર્વજન્મમાં કેણ હતું?
ઉ. મારે એક બહુ આગળ વધેલા પ્રેતાત્મા સાથે ગાઢ સંબંધ છે. તે પૂર્વજન્મમાં એક વિખ્યાત વિદેશી ડોકટર હતા. તેમને હિંદી. જીવન સાથે સારો પરિચય છે. તેમને દઢ અભિપ્રાય છે કે અત્યારે ભારતમાં વગર વિચાર્યું મનુષ્ય ઉપર જે સંતતિ-નિયમન લાદવામાં, આવે છે, તેથી ભારતને ખૂબ ખૂબ નુકસાન થશે.
[૨૬] પ્ર. આપણે ફરી મળી શકીશું ખરા? ઉ. એ વાતને આપણે સુખદ અકસ્માત ઉપર છોડી દેવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org