________________
પ્રેતાત્મા સાથે વાતચીત
[૧૪૯
પરમપદને પામતા પહેલાં દરેક જીવને વિવિધ અનુભૂતિઓમાંથી પસાર થવું પડે છે.
(આ વિધાન પણ લગભગ જિનાગમનું જ વિધાન છે. જિના ગમેમાં બહુ સાફ શબ્દમાં એ વાત કરવામાં આવી છે કે દરેક આત્માને દેવ વગેરે તમામ નિમાં અગણિત વખત ઉત્પન્ન થવું પડે છે, કૂતરાં-બિલાડા વગેરેના જીવનમાં પણ જે કાંઈ મારપીટ દ્વારા ટાઢ-તડકા વેઠવા વગેરે દ્વારા સહન કરાય છે તેનાથી અમુક પ્રકારનું શુભ કર્મ તે બાધે છે. એ શુભ કર્મ જ્યારે ઉદયમાં આવે છે ત્યારે એ આત્મા કૂતરા વગેરેનું ળિયું છેડી દઈને દેવાનિમાં ચાલ્યા જાય છે, આમ અનિચ્છાએ પણ જ્યાં ને ત્યાં ખૂબ સહવા દ્વારા દેવનિ પ્રાપ્ત થઈ જાય છે.
પરંતુ આવું અગણિત વાર બન્યા પછી ક્યારેક ક્યારેક ખૂબ દુર્લભ માનવજીવન પણ પ્રાપ્ત થતું રહે છે ખરું. એમાં એને ક્યારેક સત્સંગ થાય છે અને પછી તેને સાચી સૂઝ પ્રાપ્ત થાય છે. એથી તે સ્વેચ્છાએ ત્યાગ, તપ વગેરે કરીને સહન કરે છે. દાન, શીલ વગેરે ધર્મોને પાળે છે. એટલું જ નહિ પણ સ્વેચ્છાએ જ વિનાશી જગતની વિનાશી મહોબ્બતને ત્યાગ કરીને સંન્યાસ લે છે. સર્વજીને પિતાના તરફથી અભય આપે છે. આવી બધી ઉત્તમ સ્વૈચ્છિક પ્રવૃત્તિથી અશુભ કર્મને નાશ થાય છે, પણ શુભ કર્મને ઠેર ઠેર એ આત્મા ઉપર ખડકાઈ જાય છે. જ્યાં સુધી આવાં શુભ કર્મને પણ નાશ ન થાય ત્યાં સુધી એ આત્મા સંસારમાંથી છૂટીને મેક્ષપદ પામી શકે નહિ. એટલે જ આવાં શુભ કર્મોને ભેગવવાં તે પડે જ. તે માટે ઊંચામાં ઊંચા પ્રકારનું ઐશ્વર્ય હોવું જોઈએ. એવું આશ્વર્ય દેવેનિનાં ત્રીજા અને ચોથા પ્રકારના જતિષ્ક–વૈમાનિક નામના લેકમાં જ સાંપડે છે. એટલે એક્ષપદ પામવા આગળ વધેલા, દૈવી સુખને એશ્વર્યની ઈચ્છા વિનાના આત્માઓને પણ એ દૈવી સુખને ભગવટો કરવા ત્યાં ફરજિયાત જવું પડે છે. ત્યાં અનાસક્ત ભાવે એ ઐશ્વર્ય જોગવીને શુભકર્મને પણ નાશ કરે છે અને પછી માનવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org