________________
પ્રેતાત્મા સાથે વાતચીત
[૧૪૩
ઉ. હા, માનવજાતિની શક્યતાઓ પર શાસન ચલાવતા કર્મના કાયદાઓ અમારા પ્રેતજગતને લાગુ પડે છે. ફરક માત્ર એટલે છે કે અમારાં શરીર સૂક્ષમ હવામય હોય છે એટલે અમે શરીરધારી પ્રાણીએનું ભલું કે બૂરું કરવામાં વધારે સ્વતંત્રતા અનુભવીએ છીએ. વળી અમે તે કામ બહુ ઝડપથી અને સુગમતાથી કરી શકીએ છીએ.
(આ વાત પણ જિનાગમને અનુસરે છે. જિનાગમમાં જેને દેવ કહેવામાં આવે છે. તે પણ અંતે તે દેવદુનિયાને એક સંસારી આત્મા જ છે. એને પણ મૃત્યુ છે, કર્મની પરાધીનતા છે, તે ક્રોધાદિથી ગ્રસ્ત છે. વિષયવાસનાને એ પણ ગુલામ છે. બેશક માનવ કરતાં આ દેવ વધુ શક્તિશાળી આત્મા ખરે પરંતુ એનો આત્મા એ પરમાત્મા તે નથી જ. અને તેથી જ એ સદૈવ સ્મરણય કે ઉપાસ્ય નથી જ. એનામાં વિશિષ્ટ શક્તિ હોવાને કારણે એ દેવ ધારે તે હજારે માનવીઓને એક સાથે ચપટીમાં રોળી નાખે, એ ધારે તે એક ભિખારીને એક ક્ષણમાં અબજોપતિ બનાવી શકે, એ ધારે તે આંખના એક જ પલકારામાં ૨૦૦ માળની તેતિંગ ઈમારત ઊભી કરી શકે, પણ ગમે તેમ તે ય આ શક્તિને આત્માના વિકાસ સાથે વિશિષ્ટ સંબંધ નથી, માટે જ માનવોના અધિપતિ બનવાની શક્તિવાળે એ આત્મા હોવાથી દેવ ભલે કહેવાય પરંતુ જિનાગમમાં જેને પરમાત્મા કહેવાય છે તે દેવાધિદેવ તે ન જ કહેવાય. તે કરોડ દેવે એ પરમાત્મા દેવાધિદેવના દાસનાં પણ ચરણે ચૂમતા રહે છે. આ તમામ હકીક્ત જિનાગમમાં છે, આ જ વાતને અણસારે અહીં પ્રેતાત્મા પિતે કરે છે.)
[૧૩] પ્ર. તમે પૃથ્વી પરના માનવીઓને ભૌતિક પદાર્થો વડે મદદ કરી શકે ખરા?
ઉ. અમે પ્રેતાત્માઓ ભૌતિક પદાર્થોનું સર્જન કરી શકતા નથી, તેમજ તેવા પદાર્થો અમારી માલિકીના હતા પણ નથી. તેથી જ્યારે પૃથ્વીના માનવીઓને ભૌતિક પદાર્થો વડે મદદ કરવાની વાત આવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org