________________
૧૪૦]
વિજ્ઞાન અને ધર્મ
નામના
( આ વાત પણ શ્રી જિનાગમમાં જણાવવામાં આવી છે, પણ માત્ર શબ્દાતરથી. આપણે વસ્તુના ઉપયાગ કરીએ છીએ તે સાત પ્રકારના પરમાણુઓમાંથી પહેલા નંબરના ૯ ઔદ્યારિક ’ પરમાણુમાંથી બનેલી વસ્તુઓના ઉપયોગ કે ઉપભાગ કરીએ છીએ. જ્યારે પ્રેતયેાનિના કે નારયેાનિના જે આત્માએ છે તે તે સાત પ્રકારના પરમાણુમાંથી બીજા નંબરના વૈક્રિય નામના પરમાણુમાંથી અનેલી વસ્તુના ઉપયાગ અને ઉપભાગ કરતા હોય છે. આમ તેઓ આપણી ઔદારિક વસ્તુઓના ઉપયોગ વગેરે કરતા નથી એટલે આ પ્રેતાત્માએ તદ્દન સાચી વાત કહી છે. )
[૯] પ્ર. શું તમે એમ કહેવા માગેા કે મૃત્યુથી તમારી માનસિક શકયતા ઉપર વિપરીત અસર નથી થઈ ?
ઉ. ના, એટલું જ નહિ, પણ તેથી ઊલટું, મૃત્યુ પછી મારી માનસિક શકયતાઓમાં ચાક્કસ વધારા થયા છે.
(શ્રી જિનાગમામાં પણ આ વાત જણાવવામાં આવી છે. માનવ કરતાં દેવની શક્તિ અવશ્ય વિશેષ હાવાનું અનેક સ્થાને જણુાન્યુ છે. સજ્જન માણસ પણ સત્કર્મ કરી દેવયેાનિમાં જઈ શકે છે તેમ તિર્યંચયેાનિના અળદ, કૂતરા વગેરે પણ ટાઢતડકા વગેરેનાં કષ્ટો વેઠીને દેવયેાનિમાં જઈ શકે છે. ફેર માત્ર દેવયેનની ઊંચી-નીચી કક્ષાના જ હોય છે, બાકી શક્તિ વગેરે તે બન્નેમાં પણ અહીંના માનવ કરતાં તે વિશેષ જ હાય તેમ જણાવ્યુ' છે.) [૧૦] પ્ર. તમે બધાં કયાં રહે છે?
ઉ. અમારાં શરીર તમારા શરીર કરતાં સૂક્ષ્મ (જાણે કે) હવામય હોય છે, તેથી અમારે કોઈ અમુક જગ્યાએ રહેવાની જરૂર હાતી નથી, પણ અમારા દરેકના પૂર્વ-વલણ પ્રમાણે અમે વૃક્ષ, મંદિરા, તળાવા, કખા, સ્મશાના, દેવળા, કિલ્લાઓ, ગુફાઓ, ટેકરીઓ, કોલસાની ખાણેા વગેરેની આસપાસ ભમીએ છીએ. કેટલીક વાર અમે માનવીના કે પશુના શરીરમાં પણ પ્રવેશીને રહીએ છીએ. કેટલાક ઊંચી કેટિના પ્રેતાત્માએ સ્વર્ગના અને ઉચ્ચ ગ્રહેાના પ્રદેશમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org