________________
૧૩૮]
વિજ્ઞાન અને ધર્મ
[૨] પ્ર. તમે મને કહેશે કે તમે પૂર્વજન્મમાં કેણ હતા? અને આ સ્થિતિમાં ક્યાંથી આવી ગયા?
ઉ. મારું ભૂતપૂર્વ નામ ચિદંબર કુલકણી”. હું અહીં પાસેના શહેરમાં એક સુંદર હટલ ચલાવતું હતું. જેમને પિતાના ભૂતકાળનું જ્ઞાન હોય છે તેવા નસીબદાર પ્રેતાત્માઓમાંને હું એક છું. કુદરતની યોજના અનુસાર મારું માનવ–શરીર આઠ વર્ષ પૂર્વે નાશ પામ્યું હતું. (જિનાગમમાં કહ્યું છે કે દેવ-નિમાં ઉત્પન્ન થતાં દરેક આત્માને પિતાના કેટલાક ભૂતકાળની જાતિસ્મૃતિ હોય જ છે. આ પ્રેત પણ પિતાની જાતિસ્મૃતિ જણાવે છે. વળી અહીં તે કહે છે કે તેનું માનવીય શરીર આઠ વર્ષ પૂર્વે નાશ પામ્યું હતું. આ વિધાન ઉપરથી આત્મા શરીરથી ભિન્ન છે, અને નિત્ય એ વાત સિદ્ધ થાય છે, માનવીય શરીરમાંથી નીકળીને આત્મા આ પ્રસંગમાં પ્રેતશરીરમાં ગયે છે એમ નકકી છે.)
[૩] પ્ર. તમે ચિદંબર કુલકર્ણી તરીકે હતા ત્યારે આ ભૂતકાળનું જ્ઞાન મેળવવાની તમારી શક્તિ હતી?
ઉ–ના, મારા એ સ્થૂલ માનવીય શરીરના નાશ પછી જ મારામાં એ શક્તિ પ્રગટ થઈ છે. (આ વાત પણ જિનાગમમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવી છે. દેવ અને નારકમેનિના આત્માએ ભૂતપૂર્વ માનવનું કે તિર્યંચનું શરીર છેડે કે તરત જ તેમનામાં વિશિષ્ટ જ્ઞાનશક્તિ અવશ્ય ઉત્પન્ન થાય તેમ કહ્યું છે. જ્ઞાનબળથી તેમને જાતિસ્મૃતિ થાય તેમ અમુક ક્ષેત્રોમાં આવેલા રૂપી પદાર્થોને સાક્ષાત્કાર પણ થાય. આવું માનવદેહને પ્રાપ્ત કરનારા માટે નિશ્ચિત હેતું નથી. કેટલાક માનવેને આવું જ્ઞાન થઈ શકે ખરું, પરંતુ દેવેની જેમ બધાય માનવ વગેરે જન્મથી જ આ જ્ઞાન હોય તે નિયમ નથી.)
[૪] પ્ર. તમે કેટલે દૂર સુધીના ભૂતકાળમાં ડૂબકી મારી શકે છે?
ઉ. મારા પાંચ પૂર્વજન્મનું મને વિગતવાર જ્ઞાન છે. (જિનાગમમાં દેવનિના મુખ્યત્વે ચાર પ્રકાર કહ્યા છે. ભવનપતિ–વ્યન્તર–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org