________________
૧૩૬]
વિજ્ઞાન અને ધર્મ પછી જ શબ્દદેહ આપે છે, તેમાં મારી કઈ પણ પ્રકારની ભ્રમણ રહી ન જાય તેની મેં કાળજી રાખી છે.”
પ્રેતાત્મા સાથેના મિલનપ્રસંગમાં સ્વામી કૃષ્ણાનંદે પ્રેતાત્માને ૨૬ પ્રશ્ન પૂછડ્યા હતા. એ બધા ય પ્રશ્નોના પ્રેતાત્માએ જે ઉત્તરે આપ્યા તેની તેમણે નેંધ કરી લીધી હતી.
- આ એવી પ્રશ્નોત્તરી છે, જેનાથી પ્રેતલેક અંગેના જિનાગમનાં ઘણાં બધાં વિધાનની પરિપૂર્ણ સત્યતા સિદ્ધ થઈ જાય છે. પ્રેતાત્માએ પ્રેતલેક અંગે જે જે વાત કરી છે તે બધી જ જિનાગમમાં કહેવાઈ ચૂકેલી છે
ચાલે ત્યારે ! આપણે પણ એ પ્રશ્નોત્તરીને ભૂમિકા સાથે એકચિત્તો જોઈએ.
સ્વામી કૃષ્ણાનંદ જ્યારે મહારાષ્ટ્રમાં પર્યટન કરતા હતા ત્યારે એક વખત લાપુર પાસેના એક ગામડામાં એમને રહેવાનું બન્યું. એક રાતે એમને એક ખેડૂત તેના ખેતરમાં લઈ ગયા. ત્યાં એમને ઉચિત સત્કાર કરવામાં આવ્યું, પણ તે ખેતરમાં મેટરથી ચાલતું શેરડી પીલવાનું યંત્ર ખૂબ અવાજ કરતું હતું એટલે સ્વામી કૃષ્ણાનંદ, યજમાન ખેડૂતની મંજૂરી લઈને અડધે માઈલ દૂર આવેલા બીજા એક ખેતરમાં સૂવા ગયાં. ત્યાં, અનુકૂળ સ્થાને પથારી કરીને સૂઈ ગયા.
તેમની ટેવ પ્રમાણે સવારે વહેલા ત્રણ વાગે તેઓ ઊઠી ગયા અને રેજના નિયમ પ્રમાણે ધ્યાનમાં બેસવાની તૈયારી કરતા હતા એટલામાં કોઈ એક વિચિત્ર વસ્તુની હાજરી તેમની આસપાસ વીંટળાઈ રહી હોય તેમ લાગ્યું, તેમને તે હકીકતનું ભાન થતાં ઊંચે જોયું, કાંઈક સ્પષ્ટરૂપે જોયું. આ આકૃતિ તેમનાથી દસ ફૂટ દૂર હતી અને જમીનથી આશરે ત્રણ ફૂટ અદ્ધર હતી, તેને કેઈ આધાર કે ટેકે ન હતાં.
સ્વામી કૃષ્ણાનંદજી કહે છે કે, “મારા વિશાળ પર્યટનમાં હું ઘણી વાર આવાં સને મળ્યું હતું, પણ નજરેનજર મળવાને તે આ પહેલે જ પ્રસંગ હતે. સાચું પૂછે તે મને આવો અનુભવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org