________________
પ્રિલોકમાંથી આવેલા આત્માઓની વાત
[૧૩૧
દઈને ભાવીનાં દીર્ઘકાલીન સુખ કે દીર્ઘકાલીન દુખોને જ નજર સામે રાખીને દુઃખ ન જાગે અને સુખ પ્રાપ્ત થાય તે માટે સતત સત્કર્મશીલ બની રહેવાનું અતિ આવશ્યક કર્તવ્ય બની જાય છે.
આથી પણ વધુ મહત્વની વાત છે તે છે કે ભાવી જીવનનાં સુખે પણ દુઃખના ભેળવાળાં અને અંતે તે વિનાશી જ છે, કેમકે એ સુખી જીવન પણ અંતે તે મૃત્યુને કેળિયે બને જ છે. એથી જ જિનાગમાં અવિનાશી સુખ માટે-સિદ્ધિગતિના સ્થળની પ્રાપ્તિ માટે જ-પ્રયત્ન કરવાને ઉપદેશ આપવામાં આવ્યું છે. અસ્તુ.
હજી બીજા કેટલાક પરસેવાસી દેવ-ભૂત-પ્રેતના આગમનની વાતે વિરારીએ. [૪] લેડી એલિઝાબેથ અને રેબટ નેલસનઃ
લેડી એલિઝાબેથ હેસ્ટિંગ્સ નામની એક પવિત્ર આચારવાળી મહિલાએ અઢારમી સદીના એક વિખ્યાત ધર્મશાસ્ત્રી રોબર્ટ નેલસન સાથે કરાર કર્યા હતા કે બેમાંથી જે પ્રેતલેકમાં જાય તેણે ત્યાંથી અહીં આવીને પ્રેતકના અસ્તિત્વની વાત કરવી.
નેલસનનું પ્રથમ અવસાન થયેલું અને થોડા સમય બાદ લેડી એલિઝાબેથ “કેન્સરના રોગથી પિડાવા લાગી. એની યાતના એટલી ઉગ્ર હતી કે એ હરપળે મરણ ઝંખતી હતી. નેલસન સાથે થયેલે લેખિત કરાર પોતાના ભાઈ અલ ઓફ ઇન્ટિગડનને એ બતાવ્યા કરતી.
લેડી એલિઝાબેથ અવસાન પામી એ અગાઉ છ દિવસ પહેલાં સવારે ચાર વાગે નેલસનની છાયા દેખાવા લાગી. એલિઝાબેથની સારવાર કરનાર ચાકરડીએ આ જોયું. નેલસનની છાયાને નજીકની ખુરશી ઉપર બેઠેલી ચાકરડીએ જોઈ એટલે તે તરત ગભરાઈને ભાગી છૂટી. લાંબા સમયે હિંમત કરીને જ્યારે એણે ઓરડામાં જોયું ત્યારે ખુરશીમાં કઈ હતું નહીં. આ પછી લેડી હેસ્ટિંગ્સ સૌને કહેલું કે, “છ દિવસમાં મારું મરણ થશે એવું નેલસને કહ્યું છે. બરાબર છઠ્ઠા દિવસે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org