SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦] વિજ્ઞાન અને ધર્મ નક્કી કરેલા સ્થળે જઈ પહોંચે. બગીચાના સમર–હાઉસમાં એ એટ પણ એણે ન કાંઈ જોયું કે ન કાંઈ સાંભળ્યું. છ અઠવાડિયા ખાદ કેપ્ટન ડાઈક જ્યારે પોતાના પુત્રને ઇંટન ખાતે કૉલેજમાં દાખલ કરાવવા ગયેલા ત્યારે ત્યાં એક હોટલમાં એણે મેજરનું ભૂત જોયું અને એની સાથે વાતચીત પણ કરી. મરનાર અફસરનું આ ભૂત કેપ્ટન ડાઇકને વહેલી સવારે દેખાયું હતું. વાયદા પ્રમાણે સમયસર દેખા નહિ દેખાડી શકવા બદલ અસરે માફી માગી અને ખાતરીપૂર્વક જણાવ્યું કે, ‘ પરમાત્માનું અસ્તિત્વ છે. એ ન્યાયી છે અને ભયાનક (!) પણ છે. આ પછી કેપ્ટનને, સન્માગે જીવન વાળવાની સલાહ આપીને એ ભૂત અદૃશ્ય થઈ ગયું. " ત્યાર પછીના જીવનનાં શેષ બે વર્ષ દરમિયાન કેપ્ટન ડાઈકના જીવનમાં ભારે પિરવર્તન આવી ગયું હતું. જિનાગમાની અંદર તેા જીવનને સન્માર્ગે વાળવાનું ખૂબ ભારપૂર્વક વિધાન કર્યું છે, એનું પણ કારણ એ જ છે કે માનવ વગેરેનું જીવન એટલે જન્મથી મૃત્યુ પર્યન્તનું જ જીવન છે એમ નથી કિન્તુ એ ગાળામાં જે કર્મો કરવામાં આવે છે એનાં ફળ ભાગવવા માટે મૃત્યુ પછી ફરી જીવનેાની પરંપરા અવશ્ય છે. એથી જ એ જીવના હલકી કોટિનાં ન મળી જાય. રાગો, ઉપાધિ, ચિંતાએથી ભરપૂર ન મળી જાય તે માટે પ્રાપ્ત થયેલા જીવનમાં સત્કમાં અવશ્ય કરવાં જોઈએ. વર્તમાન જીવનની સુખ-દુઃ ખાની પ્રાપ્તિ મુખ્યત્વે તે ભૂતકાલીન જીવનાનાં સત્ કે અસત્ કર્માંને કારણે જ હાય છે, એટલે હવે એ અફર થઈ ચૂકેલા જીવનના બંધારણ માટે વિશેષ પ્રયત્ન કરવાની જરૂર રહેતી નથી. પ્રયત્ન તા તે ભાવી જીવન માટે જ કરવાની જરૂર છે કે જીવનાનાં સુખ-દુઃખાને સવાની તાકાત વર્તમાન જીવનમાં છે. જેને સુખ જ પ્રિય છે, દુઃખ અપ્રિય જ છે તેણે વર્તમાન જીવનનાં નિમિત થઈ ચૂકેલાં સુખ-દુઃખની ઝાઝી કાળજી લેવાનું છેોડી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001193
Book TitleVigyana ane Dharma
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1991
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy