________________
૧૨૮]
વિજ્ઞાન અને ધર્મ
બેકલેરના અવસાન અગાઉ થોડા જ સમય પહેલાં તેણે પેાતાના નિકટના માણસોને ખાતરીપૂર્વક કહ્યું હતું કે પાતે ડચેસનું ભૂત (પ્રેત) પોતાના શયનખંડમાં આવેલું જોયું છે. મઠ્ઠામ એકલેરે વધુમાં એમ પણ કહ્યું' કે આ દેખાવ એચિંતા અને અણુચિ'તવ્યેા હતેા. ડચેસ જમીન ઉપર ચાલવાને ખલે હવામાં તરતી હેાય એમ લાગતું હતું. (જિનાગમમાં દેવા અદ્ધર ચાલે છે એવું સ્પષ્ટ વિધાન કર્યું છે. ) ડચેસે જતાં જતાં એમ પણ કહેલું કે આજે રાત્રે બાર અને એકની વચ્ચે આપણે પરલેાકમાં મળીશું. અને સાચે જ ડચેસના ભૂતે આગાહી કરી હતી એ મુજબ માદામ એકલેરનું એ જ રાત્રે સાડા બાર વાગે અવસાન નીપજ્યું હતું..
આ આખી વાતને કલેરડનના પુસ્તક · હિસ્ટ્રી આક્ રિએલિયન અને લીખીના પુસ્તક · એબ્ઝર્વેશન ન ધ લાઈફ એન્ડ ડેથ એફ
'
કિંગ ચાર્લ્સ ’માં ઉલ્લેખ છે.
[૨] વિલિયમ સ્મીલી અને વિલિયમ ગ્રીનલેા :
એડિનબગ યુનિ.ના સત્તાવાર અને લિસોફી આફ નેચરલ હિસ્ટ્રીના કર્તા વિલિયમ મીલી, કે જેનું ૧૭૮૫માં અવસાન નીપજેલું, એને વિલિયમ ગ્રીનલે નામના એક યુવાન પાદરી સાથે નિકટની મૈત્રી હતી. આ યુવાન પાદરીને આત્માની અમરતા અંગે શંકા હોવાને કારણે એણે ચ'માંથી રાજીનામું આપી દીધું હતુ. એ બન્ને મિત્રો આત્માના અસ્તિત્વ અંગે ગરમાગરમ ચર્ચા કરતા. ગ્રીનલેા હમેશાં આત્માના અસ્તિત્વના ઇન્કાર કરતા. આખરે બન્નેએ એક લેખિત કરાર કર્યાં અને ખનેએ પોતાના લેહીથી એની ઉપર દસ્તખત કર્યાં. કરારમાં લખ્યુ કે બેમાંથી જેનું પ્રથમ અવસાન નીપજે એણે શકય હેય તા પાછા ફરવું અને ભૂતલેાક અંગેનું બયાન કરવું.
પ્રથમ ગ્રીનલોનું ૧૭૭૪ના જૂનની ૨૬ મીએ અવસાન થયું. એણે એક વર્ષ બાદ પોતાની પ્રથમ મૃત્યુતિથિએ દેખાવ કરવાનું વચન આપ્યું હતું. સ્મીલીએ એ વાત બરાબર યાદ રાખીને એ દિવસે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org