________________
૧૨૪]
વિજ્ઞાન અને ધર્મ
હવે સિદ્ધિગતિને વિચાર કરીએ.
માનવગતિમાં જ વિશિષ્ટ સત્કર્મ થઈ શકે છે. માનવગતિ મેળવીને જેઓ સંત બનીને સ્વ અને પરનું અનુપમ હિત કરે છે તે આત્માએ પિતાની ઉપર ચૂંટેલ કાર્મિક પરમાણુઓના તમામ જથ્થાને ઊખેડી નાંખે છે. આમ થતાં તદ્દન શુદ્ધ બનેલે આત્મા સિદ્ધિગતિમાં ચાલ્યા જાય છે. આપણને જે ઊંચે આકાશ દેખાય છે તે તે અનંત છે, છતાં તેના અમુક ટોચસ્થાને એ શુદ્ધાત્માએ જાય છે અને ત્યાં પિતાના આત્માના સ્વરૂપના અનંત આનંદમાં અનંત કાળ માટે મસ્તાન રહે છે. ત્યાં એમને આપણી જેમ શરીર ધારણ કરીને ખાઈ-પીને, હરીફરીને સુખ ભોગવવાનું હોતું નથી. તેઓ તે શરીર વિના જ પિતાના સ્વરૂપના નિજાનંદનું સ્વચ્છ અવિનાશી અને અપરિમેય સુખ ભોગવે છે.
આ થઈ જૈનદર્શનની વાત. એની ઉપરથી એ વાત નકકી થઈ જાય છે કે મનુષ્ય અને તિર્યંચ એ બે દેખાતી ગતિ છે પણ તે સિવાય નહિ દેખાતી દેવ, નારક અને સિદ્ધિગતિ પણ છે જ.
જિનાગમની અંદર તે ન દેખાતી એવી ત્રણેય ગતિનાં વર્ણન ઠેર ઠેર આવે છે. એવું કોઈ ચરિત્ર નહિ હોય જ્યાં આ ગતિમાંની એકનું નામ સુદ્ધાં નિર્દોર્યું ન હોય. જગતમાં જે જે સત્કૃત્ય કરે છે તે દેવગતિમાં ગયેલા આત્માને ત્યાંનાં ભૌતિક સુખ એકવાર છેડવાં પડે છે અને તેને મનુષ્ય કે તિર્યંચ ગતિમાં જન્મ પામ પડે છે.
જ્યારે સિદ્ધિગતિમાં ગયેલ માનવાત્મા કદી પણ ત્યાંના આત્મસુખથી વિખૂટો પડતું નથી. એથી એને દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારકગતિ સ્વરૂપ સંસારમાં આવીને જન્મ-મરણ લેવા પડતા નથી.
વૈજ્ઞાનિકનું વિશ્વ મનુષ્યગતિને અને તિર્યંચગતિને હજી માનશે, કેમકે તે પ્રત્યક્ષ છે. પરંતુ દેવ, નારક કે સિદ્ધિગતિ દેખાતી ન હોવાથી તેને માનવા તૈયાર નહિ થાય. જે ગતિની વાતે જિનદર્શનને પામેલું બાળક સહજમાં અને સહજભાવે કરી શકે છે તે વાતને સાંભળતાં આજના ભેજાબાજ વૈજ્ઞાનિકોને પણ તમ્મર આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org