________________
પ્રેતલોકમાંથી આવેલા આત્માઓની વાત
મનુષ્ય એટલે તે મુખ્યત્વે આપણું જેવા માનવે કહેવાય. દેવ એટલે આપણી પૃથ્વીની નીચે અને પૃથ્વીની ઉપરના સ્થાનમાં જેઓ આપણું કરતાં ઘણું ખરા સુખી ગણાય છે, અતિસુંદર સુખસામગ્રીથી યુક્ત છે, જેમનાં આયુષ્ય ઘણું મેટાં છે, જેમની કાયા અત્યંત દેદીપ્યમાન છે તે એક વર્ગ, મનુષ્ય વગેરે ગતિમાં જાણતાં કે અજાણતાં જે આત્મા સત્કર્મો કરે છે કે કેટલુંક કષ્ટ વેઠે છે તે આત્મા મનુષ્ય વગેરે ગતિમાંથી વિદાય લઈને દેવ ગતિમાં જાય છે. સારા આત્માઓ માટે તે નારકગતિ પણ ખરાબ નથી; જ્યારે મલિન આત્માઓ માટે દેવગતિ પણ ખરાબ બને છે. કેમકે ત્યાં ય ઈર્ષા અને અતૃપ્તિની અગનજવાળાઓ તેમના સુખને બાળીને ખાખ કરી નાંખતી હોય છે. જ્યારે નારકગતિનું એનાથી ઊલટું જ છે. આપણી પૃથ્વીથી નીચેના થરમાં તેનાં સાત સ્થાન આવેલાં છે. એક કરતાં બીજામાં દુઃખ વધતું જાય છે. સુખનું તે જાણે સ્વપ્ન પણ હતું નથી. હાય છે ભયંકર યાતનાઓ, પરસ્પરની પણ મારામારીઓ અને કાપાકાપી. આશ્ચર્યની વાત તો એ છે કે એ ગતિમાં જીવ ગમે તેટલી કાપાકાપી કે મારામારી કરે તે ય તરત મૃત્યુ પામી શક્તા નથી. જ્યારે મૃત્યુને સમય આવે છે ત્યારે તેઓ મૃત્યુ પામે, એ સિવાય તે મરણતોલ ફટકા પણ તેમના મૃત્યુને તાણ લાવવા અસમર્થ છે.
દેવગતિ ભૌતિક સુખેથી ભરપૂર જણાય છે તે નારકગતિ કારમાં દુઃખેથી જ ખદબદતી હોય છે. તિર્યંચગતિ નરી પરાધીનતાથી ભરપૂર છે. કૂતરાબિલાડા, ગધેડા, સિંહ, સાપ, પક્ષીઓ, વનસ્પતિઓ વગેરે તિર્યંચગતિના જીવો કહેવાય. મનુષ્યજીવન પામીને જ્યકંર હિંસા, જૂઠ, ચેરી વગેરે કરનારા નારકગતિમાં જાય છે; જ્યારે સત્કર્મ નહિ કરીને, માયા–પ્રયંચ વગેરે કરનારા તિર્યંચગતિમાં જઈને પરવશતાનાં કરુણ દુઃખ વેઠે છે.
મનુષ્ય, દેવ, નારક અને તિર્યંચ એમ ચાર ગતિ આપણે અહીં વિચારી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org